________________
ભૂલ કહેવામાં આવે છે. માણસ ખાવાની–પથ્યાપથ્યની ભૂલે કરે છે તે તે માંદ પડે છે. ચાલવામાં ચૂકે છે તો તે ખાડામાં પડે છે અને વિચારમાં ચૂકે છે તો તેનું આધ્યાત્મિક પતન થાય છે. તે ઘણું દષોથી ઘેરાઈ જાય છે. જ્યારે માણસ સ્મૃતિવાન હોય છે ત્યારે તેની શારીરિક અને માનસિક શકિત પણ સતેજ, બળવાન અને જાગૃત હોય છે. પરિણામે તે પિતાના ધ્યેયમાં પૂરી સફળતા મેળવે છે.
ભગવાન બુધ્ધ આર્ય-અષ્ટાંગિકા માર્ગમાં, “સમ્યફ-સ્મૃતિ”ને પણ એક માર્ગ બતાવ્યો છે. ભગવાન મહાવીરે તેને “અપ્રમાદ” કે અપ્રમત્તતા તરીકે બતાવી છે. મહર્ષિ પતંજલિએ તેને યોગ ગણાવીને ચિત્તવૃત્તિને નિરોધ કરવા માગે ગયે છે. સ્મૃતિ એટલે શું?
સ્કૃતિને વિકાસ કરવો એ વિષય ચર્ચતાં પહેલાં સ્મૃતિ શું છે? તે જોઈ લઈએ. સ્મૃતિ એટલે સામાન્ય રીતે જોયેલી, સાંભળેલી, વાંચેલી કે વિચારેલી વાત અને વસ્તુને મગજમાં સાચવીને વ્યવસ્થિત રીતે ભરી લેવી; તેમ જ તે વસ્તુને સમયસર, આવશ્યક લાગે ત્યારે એ જ રીતે બીજા આગળ પ્રગટ કરી દેવી. આમાં પ્રથમ ભાગ સ્મૃતિ તરીકે ગણી શકાય; ત્યારે પછીને ભાગ વિકાસ તરીકે ગણાવી શકાય. શરૂઆતમાં અંગત સ્મૃતિ વિકાસ થાય છે. પછી વ્યાપક સ્મૃતિ વિકાસ થાય છે.
જૈન દષ્ટિ પ્રમાણે મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે પશમના કારણે કઇ જોયેલી, સાંભળેલી કે વિચારેલી વસ્તુ પુનઃ પ્રગટ થવી એનું જ નામ સ્મૃતિ છે. તવાર્યસૂત્રમાં તે સ્મૃતિને મતિજ્ઞાનના પર્યાયવાસી શબ્દ તરીકે ગણાવી છે :
मतिः स्मृतिः संज्ञा चिंता-भिनिवोध ईत्यनन्तरम्
–એટલે કે મતિ, મૃતિ, સંતા (જીણવું), ચિંતા, અભિનિબોધ એ બધા શબ્દ એક અર્થવાળા છે. સ્મૃતિ ખરા અર્થમાં ત્યારે જ કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com