________________
૨૧૬
–શાસનદેવની શુભ પ્રેરણાથી અનેક પરિશ્રમ વેઠીને જે સાધુસાધ્વીને શિબિર ભરાઈ રહ્યો છે અને એ દ્વારા પ્રત્યક્ષ કાર્ય કરવા માટેનું જે ગેય સ્વીકાર્યું છે તેમાં શાસનદેવ પ્રેરણાત્મક સહાયતા કરે. આ અતિ મહત્વનું કાર્ય છે. જો કે હજુ સાધુ-સાધ્વીઓ...સંકુચિત વૃત્તિએ સંપ્રદાયમાં અટવાયેલાં છે. જ્યારે આ શિબિરનું ધ્યેય તેમને સમજાશે ત્યારે નિખાલસત્તિએ...તે આત્મા.....આમાં વળશે. એટલે આ શિબિરનું કામ અતિ ઉચ્ચ કક્ષાએ દીપી નીકળશે. ખરેખર ભગવાનના શાસનને સાધુસમાજે છિન્નભિન્ન કરી નાખ્યું છેસાધુ સમાજનું કર્તવ્ય ચુકાઈ ગયું છે એટલે જ આવી શિબિરોની ખાસ ઠેક ઠેકાણે જરૂર છે. શુભભાવના પૂર્વક અભ્યર્થના સાથે શાસનદેવ તમારા કાર્યને સંપૂર્ણ સહાય કરે.
–મુનિશ્રી દિવ્યાનંદજી. -પોપકાર બુદ્ધિથી પ્રેરાઈને આપ જે પ્રયત્ન કરી રહ્યા છો; તે પ્રશંસનીય છે. આપના (સાધુ-સાધ્વી શિબિર) પવિત્ર પ્રયત્નોમાં પ્રત્યેક પ્રકારે સફળતા મળે તેવી શાસનદેવ પ્રત્યે પ્રેમપૂર્વક પ્રાર્થના છે.
–મુનિશ્રી રામચંદ્રજી (પાયચંદ ગચ્છ) આ કાર્ય ઘણું જ શ્રેયકારી છે. એમાં અમારે સહકાર છે. પણ, ત્યાં આવી શકાય તેમ નથી.
–મુનિશ્રી વૃદ્ધિચંદ્રજી (પાયચંદ ગચ્છ) –સાધુ-સાધ્વી શિબિર પ્રગતિના પંથે પ્રતિદિન આગળ વધે એમ ઈચ્છું છું. એ શિબિરની પ્રગતિમાં મારા હાર્દિક શુભભાવો ઓતપ્રોત બનો એજ.
–ઝ, સાધ્વીશ્રી ખંતિશ્રીજી (કચ્છ) –વિનંતિ પત્ર, સ્વીકૃતિ પત્ર તેમજ શિબિર સજના પુસ્તકમળ્યાં. આપની ભાવના મહા વિશાળ છે...આપ આ મંગળ કાર્ય કરી રહ્યા છે... હું પણ આ શિબિરમાં સામેલ છું પણ પૂરું અધ્યયન આ અંગે થઈ ગયા બાદ સમય આવવા દે-મને તમારી આજ્ઞા બહાર ન સમજતા.
–મુનિશ્રી સુમતિ મુનિજી (રેરા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com