________________
૨૧૭
આપના કાર્યાલયે સાધુ-સાધ્વી શિબિર કક્ષામાં ભાગ લેવાનું આહવાન કર્યું છે. આ નિર્માણ કાર્યમાં અમે સગીરૂપે આવવા તૈયાર છીએ. તે માટે આપનો શું સુઝાવ છે? જરૂર વિવરણ સહિત સુચિત કરજે. આ મહત્વપૂર્ણ કાર્યને પૂરી રીતે પાર પાડવા માટે આપ જેવા યોગ્ય પુરુષનું નિર્વાચન થવું ગ્યા છે જેથી અમારા જેવા યુવક મુનિઓને સસ્પેરણું મળે અને સમાજ તથા રાષ્ટ્રમાં નવક્રાંતિનો સ્ત્રોત વહે. એજ હાર્દિક શુભકામના છે.
–મુનિશ્રી કમલ વિજ્યજી (દેરા. )
–શિબિર સાજના પુસ્તિકા વાંચી. શિબિર સારી વસ્તુ છે. જે આ રીતે કાર્ય થયું તે સંધની સુંદર સેવા થશે. હું તો વૃદ્ધ હોઈ શિબિર માટે મુંબઈ સુધી આવી શકીશ નહીં.
–મુનિશ્રી મનહર વિજયજી –સાધુ-સાધ્વી શિબિર સંજનાની પુસ્તિકા સાવંત વાંચી; આનંદ આવ્યું. તમારે (મુનિ શ્રી નેમચંદ્રજીન) તેમજ પૂ. સંતબાલજીને જે પ્રયત્ન થઈ રહ્યો છે તે અતિ પ્રશંસનીય છે. આવા વિષમ કાળની અંદર સાધુ સંસ્થામાં ક્રાંતિ લાવવાની ખાસ આવશ્યકતા છે. સમાજને સાચા માર્ગદર્શનની જરૂર છે...શિબિર દ્વારા યુગ દષ્ટા સાધુઓ તૈયાર થાય અને સમાજમાં વ્યાપ્ત બનેલ સડાને દૂર કરે તેમ જ સાચી સાધુતાનું દર્શન કરાવે. અમારી અંતરની ભાવના તો શિબિરમાં ભાગ લેવાની છે પરંતુ સગે અનુકૂળ નથી.
–મુનિજી કસ્તુરવિજયજી –શિબિરનું કાર્ય ઘણું શોભે તેવું અને શુભ છે. શિબિરમાં માત્ર વિચાર વિમર્શ અને તેની આપ લે અથવા નિકટતા કરતાં આજના સાધુ સાધ્વી સમાજને સર્વાગીપણું, સર્વાગીણ અભ્યાસ, વિશાળ દષ્ટિ અને એકમાત્ર પરોપકારવૃત્તિનો પ્રકાશ સાંપડે તે ઘણું કાર્ય થાય; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com