________________
૨૧૫
–આપની યોજના અત્યુત્તમ છે. શાસનદેવ આપના પરિશ્રમને સફળ કરે એ જ શુભેચ્છા. આવા પ્રસંગે મને પણ આવવાની ઈચ્છા થાય છે.
–પં. મુનિશ્રી ઉમેદવિજ્યજી
–આજે ભારતમાં ક્રાંતિની દુંદુભિ વાગી રહી છે. માનવ મૂલ્યોની પુન:પ્રતિષ્ઠા થઈ રહી છે. આવા ચેતનમય કાળમાં સુષુપ્તિને ફગાવી સમાજેસ્ક સાધવાની દિવ્ય ફરજ ધર્મગુરૂઓના લલાટે અંકિત છે. તમારો પ્રયાસ સ્તુત્ય છે. તમારા જેવા સૌમ્ય વ્યકિતત્વ ધરાવતા પવિત્ર સતો જે મહેનત કરશે તે સમાજમાં ઘર જમાવી બેઠેલી પ્રમાદવૃત્તિ રસાતળે જશે.
–મુનિશ્રી સુધાંશુ વિજ્યજી
–દીક્ષા લીધા પછી જેમ જેમ મને સંજ્ઞા થતી ગઈ તેમ તેમ તમારી મહાનુભાવના, જીવમાત્રના કલ્યાણની ભાવના તેમજ દેશના ઉથાન સાથે જૈન સમાજને પણ ઉત્થાનનો માર્ગ દેખાડવાની ભાવનાને હું તો આવ્યો છું; વાંચતો આવ્યો છું. જેની પ્રશંસા મેં મારા અમનમાં પણ ઘણીવાર કરી છે.
સાધુ શિબિર યોજનાને ઘણા ઊંડા હદયથી વાંચી છે. મને તો શું પણ જેની પાસે કંઈક બુદ્ધિ હશે તે જીવ પણ આ યોજનાને હદયથી આવકારશે અને પોતાથી બનતો સહયોગ આપશે જ. તે દિવસ જલદી આવે જ્યારે આખો જૈન સમાજ એક જીવન ઉપર બેસે, અને સાચી આચાર પદ્ધતિને ગૌણ માની બાહ્ય ક્વિાકાંડને મુખ્ય સમજનારના મોં જલદી બંધ થાય. એ જ પ્રાણું છું કે એક દિવસ એવો આવે કે જ્યારે હું આપશ્રીની પ્રવૃત્તિને સહકારી અથવા ભાગીદાર બની શકું.
–મુનિશ્રી પૂર્ણાનંદ વિજ્યજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com