________________
૨૧૪
શિબિરમાં આવવું કઠણ છે કારણ કે મુંબઈથી હમણું જ આ તરફ આવ્યો છું. હમણાં તો મધ્યપ્રદેશમાં વિચરવાને વિચાર છે. આપ સાહિત્ય વડે જૈન ધર્મને વિશ્વધર્મ બનાવવાને પ્રચાર જૈનધર્મના મનનીય ત વડે જરૂર કરે.
–સ્થા. મુનિશ્રી ધનચંદ્રજી આપનું નિમંત્રણ મુંબઈ માટે મળ્યું તેને સાભાર સ્વીકારવું જ જોઈએ. પણ રાજસ્થાનથી નીકળવું અસંભવ લાગી રહ્યું છે.
–દવે મુનિજી (સ્વા.) –શિબિરમાં જે વિચારોને વિસ્તાર આપનો સંઘ ઈચ્છે છે તેની સાથે મારે સંઘર્ષ નથી અને તેમાંથી મારા માટે જે સ્વીકાર્ય છે તેને સ્થાન દેવા માટે પ્રાયઃ હું પ્રયત્નશીલ રહું છું. પોતાની પાસે જ કેવળ મોક્ષનો પાસપોર્ટ બતાવનારા, મૂઢચેતનાવાળા કટ્ટર સંપ્રદાયવાદી લોકોને; ઓછામાં ઓછું જેવા માટે પણ આવા શિબિરોમાં નિમંત્રણ આપવું જોઈએ.
–મુનિશ્રી જયંતિલાલજી આપે જિનશાસનની ઉન્નતિ માટે સુંદર યોજના ઘડી છે. તેને કાર્યમાં પરિણિત કરવાથી જ લાભ થઈ શકશે.
–સ્વામી શ્રીધનીરામજી –આપ સાધુ-સાધ્વી શિબિર યોજનાનું ક્રાંતિકારક કામ કરવા તૈયાર થયા છે. આપની મહાન યોજનાને કોટિ કોટિ વાર ધન્યવાદ! સફળ રીતે પાર પડે એવા મારા અંતઃકરણના આશીર્વાદ છે. શિબિરમાં આવવાની તીવ્ર ઈચ્છા છે પણ શરીર પાસે લાચાર છું. જે ભાગ્યશાળી હશે તે સાધુ-સાધ્વી લાભ લેશે. વિકાસ રૂંધનાર, રૂઢિનાં બંધને તોડી, નીડર હશે તે જ ક્રાંતિનું પગલું ભરશે. આપે જે ક્રાંતિની મશાલ હાથ ધરી છે તે જરૂર સમાજમાં પડેલા અંધકારમાં પ્રકાશ ફેંકશે.
–વિચારક સાધ્વીશ્રી ધનકુંવરબાઈ સ્વામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com