________________
૨૧૨
-પ્રશ્ન સારે છે. પ્રયત્નમાં સફળતા મળે એ જ શુભેચ્છા....!
–સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી –વર્તમાન યુગમાં આવા શિબિરોની અત્યંત આવશ્યકતા છે. તેનાથી અભિનવ વિચારના સતેના માનસમાં કંઈક પરિવર્તન જરૂર થશે. હું જાતે હૃદયપૂર્વક ઈચ્છું છું કે આવા શિબિરમાં ભાગ લઉં, પણ અધ્યયનના કારણે એટલો બધો વિવશ છું કે ઇચ્છા છતાં ત્યાં આવી શકતો નથી.
–મુનિ શ્રી સમદર્શીજી –શિબિરના આમંત્રણ માટે આભાર...! પણ, આટલે દૂર અને તે આટલા (ચાર) માસ માટે, ત્યાં પહોંચવાની અનુકૂળતા ન હોઈને વિવશતા છે. આયોજનને સફળતા મળે.
–મુનિશ્રી સગીરમુનિજી સુધાકર” –શિબિર યોજનાની પુસ્તિકા મળી. મારા ગુરુદેવનું સ્વાથ્ય આપ જોઈ ચૂકયા છે. નહીંતર, આપના નેહભર્યા આગ્રહને કદાપિ ટાળત નહીં.
–પ, મુનિશ્રી કહૈયાલાલજી “કમલ” –શિબિર ક્યાં થશે ?–તે જણાવશો. આપની વાસલ્યભાવનાનું સ્મરણ થઈ જાય છે.
–પં. મુનિશ્રી પ્રતાપમલજી મહારાજ –આપશ્રી સાધુસમાજના વિકાસ માટે (શિબિર વડે) તીવ્ર અભિલાષા રાખે છે તે અતિ પ્રશંસનીય કાર્ય છે.
–પં. મુનિશ્રી લાભચંદ્રજી મહારાજ –-ખેદની વાત છે કે આવા ( શિબિર-આજનો સુંદર સમયમાં લાભ લેવા માટે અમે અસમર્થ છીએ. મોટા મહારાજ (ગુરાણજી)નું સ્વાધ્ય ઠીક હેત તે બીજી કોઈ મુશ્કેલી નહતી.
–સાવીશ્રી માનકુમારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com