________________
૨૧૦
આપનો વિશ્વવ્યાપક ઉદ્દેશ તથા જૈનધર્મના પુનરુદ્ધારની વિચારધારાઓ તેમ જ આપના સ્વભાવની મધુરતા બહુ યાદ આવે છે. આપની યોજના અત્યુત્તમ છે. શાસનદેવ આપના પરિશ્રમને સફળ કરે એ જ શુભેચ્છા...પ્રસંગે પહોંચવાનો પ્રયત્ન કરીશ.
–આચાર્ય જિનેરિજી મહારાજ –મારી આત્મશક્તિ ઘટી નથી. દેહશક્તિ ઘટી છે...અહીં રહીને આપના...વિચારોને સમાજમાં વહેતી કરતી આવી છું અને કરતી રહીશ.. પ્રયત્નમાં સફળતા મળે એ જ શુભેચ્છા.
–વિદુષી સાધ્વી શ્રી ખંતીશ્રીજી (પાયચંદગચ્છ )
–જે શુભ નિષ્ઠાએ આપ આ જ્ઞાનશિબિર શરૂ કરી રહ્યા છે તેમાં આપને સફળતા મળે અને તેની સુવાસ સંસારમાં પ્રસરે એ જ શુભ કામના. –આચાર્ય વિજયસમુદ્ર સૂરિજી મહારાજ
–જનજીવનમાં ધાર્મિક ચેતનાનો વિકાસ કરવામાં સંલગ્ન આપના કાર્યોનું અમે અનુમોદન કરીએ છીએ. આપની (આ કાર્યમાં) સફળતા ઈચ્છીએ છીએ. –મુનિ કાંતિસાગરજી અને દર્શનસાગરજી
–મુંબઈ કેંદ્ર ક્ષેત્ર ન હોઈને દૂર દૂરના સાધુ સમય ઉપર ન આવી શકે તો કોઈ આશ્ચર્ય નહીં ?...આમ તે જનતાને ઉપયોગી કાર્ય બીજા (મુનિ) પણ કરી રહ્યા છે. આમાં કોઈ નવું અને નક્કર પગલું લેવું વ્યાજબી થશે. એમાં મરજીવા જ કામ આવી શકશે. માનના ભૂખ્યા નહીં. નવીન જાગરણથી જાગનારા ત્યાગી-સમજી વિચારીને સાઘુ-મર્યાદાને કાયમ રાખી આત્મ ગપણાનું કાર્ય કરે. –શ્રમણ સંઘના પ્રચાર મંત્રી શ્રી ફૂલચંદ્રજી મહારાજ
(પુષ્ક ભિખુ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com