________________
૨૨૯
પરસ્પરમાં સાધુ-સાધ્વી નિસ્પૃહ, નિરકુળ અને વિનયભાવે રહે.... આપનું સહધાર્મીિક સંત આયોજન સફળ થાય એ જ શુભ કામના છે.
–શ્રી ગણેશપ્રસાદજી વર્ણ (દિગંબર ક્ષુલ્લક) –શિબિર યોજનાનું ધ્યેય ઘણું જ સારું છે. હું અંતઃકરણથી તેની સફળતા ઈચ્છું છું. શાસનમાં તાત્વિક અને આત્મિક જ્ઞાનના અભાવમાં સંકીર્ણતાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. તેને દૂર કરવા માટે પરસ્પર નિકટવર્તી થવું જરૂરી છે.
વિદુષી સાધ્વીશ્રી વિચક્ષણાશ્રીજી –આપ શક્તિનું ઉપાર્જન કરે અને લોકકલ્યાણની દિશામાં ખચંતા રહે. આપને શુભ પ્રયાસ સફળ નીવડે. મહામના મુનિમંડળને શિબિરમાં સમ્મલિત કરવા પ્રયત્ન સફળ થાય. –ન્યાયવિશારદ ન્યાયતીર્થ મુનિ શ્રી ન્યાયવિજયજી મહારાજ
–સાધુ-સાધ્વીઓ માટે આપ જે શિબિરની કલ્પના કરે છે તે અવશ્ય સ્તુત્ય છે. સાધુ-સાધ્વી શિબિર સંબંધી યોજના ઘણી જ સુંદર છે. –વિશ્વધર્મસંમેલન અને અહિંસા શેધપીઠના પ્રેરક
૫. મુનિશ્રી સુશીલકુમારજી અમને પણ શિબિરનું આકર્ષણ જરૂર થાય છે. પણ સંયોગોની છેડી તળતા છે છતાં હજુ સમય છે એટલે વિચારીશું.
–સ્થા. સાવી શ્રી મણિબાઈ સ્વામી - સાધુ-શિબિરને વિચાર સુંદર છે. મારું સ્વાધ્ય એટલું સારું નથી કે આટલે લાંબો વિહાર કરી શકું. બીજા (મારી સાથેના ) મુનિએ ને વિચાર હેય તેમાં મને કોઈ વાંધે નથી.
–કવિરત્ન ઉપાધ્યાય શ્રી અમરચંદજી મહારાજ
૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com