________________
[૩] સાધુ-સાધ્વી શિબિરનું બંધારણ અને પૂર્વ તૈયારી
સર્વ પ્રથમ એ નક્કી કરવામાં આવ્યું કે આ શિબિરનું આયોજન કયાં કરવું? અને કયારે કરવું! એમ નકકી થયું કે સન ૧૮૬૧ માં તે ભરવામાં આવે અને એગ્ય અનુકૂળતા પ્રમાણે, મુનિશ્રી સંતબાલજીનું
જ્યાં ચાતુર્માસ હોય ત્યાં ભરવામાં આવે. અને આગળ જતાં એ પણ નકકી થયું કે તે મુબઈ કે મુંબઈના પરામાં ભરવામાં આવે કારણ કે તે વખત મુનિશ્રી સંવબાલજીનું વિચરણ તે તરફ થઈ રહ્યું હતું.
આ શિબિરની વાત ૧૯૬૦ માં ઉપાડવામાં આવેલી. તે વખતથી દુર સુદૂર વિચરતાં સાધુ સાધ્વીઓ તેમ જ સંન્યાસીઓ સાથે પત્ર વહેવાર ચાલુ થયો. મુનિ શ્રી સંતબાલજી મુંબઈ વિરાજતા હતા. મુનિશ્રી નેમિચંદ્રજી સાણંદ હતા. અને સાધ્વી સણુપ્રીજીએ પણ પિતાપિતાને ફાળે આવેલ ક્ષેત્રમાં પત્રવહેવાર શરૂ કર્યો. કેટલાક સાધુસંન્યાસી તેમ જ સાધ્વીઓને આશાજનક જવાબ આવ્યા. કેટલાકે શિબિર અંગે કેટલીક શંકાઓ રજુ કરી અને કેટલાક પત્રોના જવાબમાં સક્રિયતા પણ પ્રગટ કરવામાં આવી. એકંદરે અન્યત્ર* આપવામાં આવેલ અભિમતે ઉપરથી જાણી શકાશે કે સૌને આ કાર્ય મહત્વનું અને ભાવિમાં ઉજજવલ આશાનાં કિરણ તરીકે લાગ્યું.
તેથી આ જન નકકી કરવું એ વાત નકકી થઇ. તેની સાથે જ નીચે મુજબના સવાલ ઊભા થયા કે –
(૧) આ શિબિરમાં માત્ર જૈન સંપ્રદાયના સાધુસાધ્વીઓને જ લેવાશે કે બીજા ધર્મસંપ્રદાયનાં સંન્યાસી-સાધુઓને પણ?
શિબિર અંગે અભિપ્રાય' નામક પ્રકરણમાં જુએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com