________________
૧૮૯
(૨) શિબિરમાં સાધુ સાધ્વી-સંન્યાસીઓ ઉપરાંત સાધક સાધિકાઓને પણ લેવાશે કે નહીં?
(૩) કુલે ટલા સ લેવાના છે? સભ્યની યોગ્યતા, નિયમોપનિયમ શું?
(૪) શિબિરને શુભારંભ કયારે અને કેના હસ્તે થશે? શિબિર ક્યાં ભરાશે?
(૫) શિબિરની બધી વ્યવસ્થા, શિબિરાર્થીઓ માટે ઊતારા વ.ની વ્યવસ્થા કોણ કરશે?
(૬) શિબિરમાં કયા-કયા વિષયો ચર્ચાશે? (૭) શિબિરને કાર્યક્રમ, સમય ચક્ર શું શું રહેશે?
આ અને આવા અનેક સવાલો ઉપર દીર્ધદષ્ટિ અને ગંભીરતરથી સેવકો અને સાથીઓ સાથે વિચાર કર્યા પછી પૂ. મુનિશ્રી સંતબાલજી ભ. અને એમના સાથી મુનિશ્રી નેમિચંદ્રજીએ નકકી કર્યું કે રિબિસ્માં સત્ય-અહિંસામાં માનનારા બધા ધર્મોના સાધુ-સાધ્વી સંન્યાસીઓને સ્થાન આપવું જરૂરી છે. આ શિબિર કોઈ એક ધર્મના સાધુસાધ્વીઓની રહેશે તે વ્યાપક વિશ્વવિશાળ દષ્ટિએ વિચાર નહિ કરી શકે. એટલું ખરું કે જેનધર્મનાં સાધુસાધ્વીઓ આચાર-વિચાર ઝીલવાની દષ્ટિએ આમાં મોખરે રહેશે. બાકી ગમે તે ધર્મ-સંપ્રદાયનાં ત્યાગી સાધુસાધ્વીઓ આ શિબિરને લાભ લઈ શકશે.
આ શિબિર સાધુસાધ્વીઓની હોવા છતાં એમાં રચનાત્મક કાર્યકર-કોટિના ગૃહસ્થ જનસેવક-સેવિકાઓ, દષ્ટિ સંપન્ન જિજ્ઞાસુ બ્રહ્મચારી બ્રહ્મચારિણીએ. અથવા વાનપ્રસ્થી સાધક સાધિકાઓ પણ ભાગ લઈ શકશે; કારણ કે સાધુ-સંન્યાસી વર્ગના હાથપગ ૨૫ ધર્મમય સમાજ રચનાના પ્રયોગમાં પ્રત્યક્ષ કાર્ય કરનારાં તો આ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com