________________
૧૮૭
શાધુ-સાધ્વી શિબિરથી લાભ આ શિબિરથી સૌથી મોટો લાભ તે એ થશે કે કંઈક પુરાણ પ્રયાસ અને વિચારોની સફાઈ થઈ જશે. કારણ કે આ દેશમાં મોટે ભાગે ઋષિ મુનિઓ અને સેવકો કોઈ પણ અહિંસક ક્રાંતિમાં મોખરે રહ્યા છે. હવે નવા યુગનાં ક્રાંતિપ્રિય સાધુસંન્યાસી-સાધ્વીઓના માર્ગ દર્શન તળે ગામડાં અને લોકસેવકો શુદ્ધ સંગઠિત બની, માત્ર રાજકારણ ઉપર જ નહિ, વિશ્વનાં તમામ ક્ષેત્રે સામુદાયિક અહિંસાનું પ્રભાવશાળી કાર્ય કરી બતાવશે; અને આત્મકલ્યાણ સાથે સહેજ સહજ વિશ્વ કલ્યાણ સાધવાની યોગ્યતા, ક્ષમતા અને શક્તિ પ્રાપ્ત કરશે. જુદા જુદા ફિરકાનાં સાધુ-સંન્યાસી-સાધ્વીઓને નજીક આવવાને એકબીજાની મુશ્કેલીઓ જાણીને દૂર કરવાનું. પરસ્પર વિચાર વિનિમય કરી ક્રાંતિને રાજમાર્ગ નક્કી કરવા અને પરસ્પર એકબીજાને તે માર્ગે મક્કમ રાખવાને તથા પ્રાણ-પ્રતિષ્ઠા-પરિગ્રહ ઉપર પ્રહાર થાય તેવે વખતે ટકી રહેવાનું બળ અને હૂંફ મેળવી આપવાને માટે લાભ થશે. એટલે આ શિબિરની અનિવાર્યતા લાગી.
ઉપરોક્ત સ્પષ્ટ આશય દર્શાવતી એક પુસ્તિકા તૈયાર કરવી. તેને હિંદી તેમ જ ગુજરાતીમાં પ્રગટ કરીને દરેક સાધુ-સાધ્વીને પહેચાડવા માટે નક્કી કરવામાં આવ્યું. આ બહુ જ મોટું કાર્ય કરવાનું હતું, એક જ સંપ્રદાયના સાધુ-સાધ્વીઓ ભેગા ન મળી શકે ત્યાં આખા હિંદના સાધુ-સાધ્વીઓ, એકત્ર થઈને લોકઘડતર માટે તેમજ માનવજીવનને આશિષ સમા ખરા સાધુવાદ અંગે વિચારે એ પ્રથમ દષ્ટિએ કપરું કાર્ય લાગતું હતું. કારણ કે ઘણું છોડવાનું હતું. ઘણે મોહ ત્યાગવાને હતું. અને તેથી વધારે પિતાના નિષ્ક્રિય જીવનને સક્રિય બનાવવા માટેનું આ યુગાનુ૫ આહ્વાન હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com