________________
૧૮૦
કરીને સાધુસાધ્વીનુ જીવન ખુશામતીમનેાવૃત્તિ વાળું તેજોહીન, પ્રભાવહીન થઇ જાય છે. સાધુસાધ્વીઓની હિતષિતા એક ચિકિત્સક જેવી ઢાવી જોઇએ, ભાટ, વકીલ કે એજેન્ટ જેવી નહીં. વર્તમાન સાવગ' પ્રાયઃ આ વાતને વિસારી બેઠે છે. તે સત્તાધારી કે પૈસાદારીના હાથમાં વેચાષ્ટ જાય છે. પેાતાને લાગતા સત્યને પ્રગટ કરી શકતા નથી, એટલા માટે જ વ્યક્તિ, સમાજ અને સમષ્ટિની સાથે તેના વ્યાપક અનુબંધ રહ્યો નથી, આજે તેને માનવજાતિના માત્ર એક વર્ગની સાથે મેાહસબંધ રહી ગયા છે.
(૫) સાધુના અય છે જે સ્વ-પર-કલ્યાણ સાધે તે. એટલે કે તે સમાજ, રાષ્ટ્ર કે વિશ્વની સસ્તામાં સસ્તી, ( જગત પાસેથી ઓછામાં એન્ડ્રુ લઇ વધારેમાં વધારે આપીને) સારામાં સારી ઉપયેગી સેવા કરે; ઇમાનદારીપૂર્વક અનુબંધ સાધી કે સુધારીને તાદાત્મ્યની સાથે તટસ્થાપૂર્વક વિશ્વાત્મસાધના કરે. પણ આજના સામ પ્રાયઃ આ વાતને ભૂલી ગયા છે; અગર તેા તેના મતે બિનજવાબદાર બનીને, સંસારના બનાવ–બગાડ પ્રતિ આંખ મીંચીને, અકમણ્ય થઇને એસી રહેવું, એ જ સાધુત્વ કે આત્માદ્વાર છે ! પણ એ વાત તે ભુલી જાય છે કે જે નિઃસ્વાથ દૃષ્ટિએ જનસેવા કે પ્રાણીકલ્યાણ કરે છે, તેનો જ આત્માહાર કે આત્મવિકાસ સાચી અને સર્વાંગ દૃષ્ટિએ થાય છે, સાધુત્વ સાક ચાય છે. ખાઈ-પીને નકકરા થઇને પડયા-પાથર્યાં રહેવામાં, ગમે ત્યાં ફરતા રહેવામાં, ભગવાનનુ કેવળ નામ જપી લેવામાં, શરીરને વ્યર્થ કષ્ટ આપવામાં કે યુગખાદ્ય નિરુપયોગી ભાષણબાજી કરવામાં આત્માહાર કે સાધુત્વ નથી જ. તેએ એ ભૂલી જાય છે કે જે તીય કર, અવતાર કે પૈગખરવું તે નામ જપે છે, તેમનુ નામ જપવા લાયક ત્યારે જ થયું હતુ, જ્યારે તેમણે નિઃસ્વાભાવે, પેતે કષ્ટ વેઠીને જનતાની પાયાની સેવા કરી હતી. સાધુસાધ્વીને જો ખરેખર ભગવાનની સેવાભક્તિ કરવી હાય તે। ભગવાન કે તીર્થંકર દ્વારા સ્થાપિત અથવા સેવ્ય જગત કે સમાજની સેવા કે ભક્તિ કરવી જોઇએ. સતત અપ્રમત્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com