________________
૧૭૯
વગેરેનું પર્યાપ્ત માત્રામાં જ્ઞાન ન હોય, ત્યાં સુધી જ્ઞાનની જૂની મૂડીથી હવે ચાલવાનું નથી. એને લીધે જ સારા સારા સાધુઓ નથી તે શિક્ષિત સમુદાય કે આજના રાષ્ટ્રનેતાઓમાં પિતાનું ગૌરવપૂર્ણ સ્થાન બનાવી શકતા કે નથી તે આમ જનતાને યુગાનુરૂપ યથાયોગ્ય નૈતિક ધાર્મિક પ્રેરણું આપી શકતા. જૂના ઢબના સાંપ્રદાયિક વ્યાખ્યાન કે લેખેથી આજની સમસ્યાઓ ઉકેલાવાની નથી.
(૩) ઘણાખરા સાધુઓ ઉન્નતિને માટે ભૂતકાળના ગૌરવગાણું ગાય છે. ભૂતકાળને જ આદર્શ રૂપે રજુ કરે છે. પરંપરા ભલે જુની હેય, પણ તેમાં યુગાનુરૂપ એટલી બધી કાપકૂપ થઈ છે, મિશ્રણ થયું છે કે કેટલીમાં તે ધરમૂળથી પરિવર્તન થઈ ગયું છે. એવી સ્થિતિમાં પ્રાચીનતાની દુહાઈ આપીને અથવા ભૂતકાળનું ગાણું ગાઈને સાધુસાધ્વી વર્તમાનને સમજવાને, તેમ જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને લક્ષ્યમાં લઈને તન્નુરૂપ પરિવર્તન કરવાનો વિચાર કે પ્રયત્ન નથી કરતાં. એથી પિતાની પણ પ્રગતિ રૂંધાય છે ને સમાજ, રાષ્ટ્ર અને વિશ્વની પણ પોતે પણ યુગ સમસ્યાઓને ત્યારે ભૂતકાળની દષ્ટિએ ઉકેલવાનો પ્રયત્ન કરે છે ત્યારે નિષ્ફળ નીવડે છે.
(૪) આજના લગભગ બધા ધર્મો ઉપર સામંતશાહી યુગની અપ છે. એટલે સાધુ સાધ્વીઓ જ્યારે-જયારે સામંતવાદીઓ (સત્તાલક્ષી રાજાઓ, સમ્રાટ કે કુરો વ.)ની અગર ને મૂડીવાદીઓ (ધનલક્ષી લોક) પુણ્યવાન, ભાગ્યવાન, ધર્માત્મા, શેઠ, દાનવીર વગેરે શબેથી પ્રશંસા કરે છે, અથવા તેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સભાઓ, ઉત્સ, સમારોહ વ. માં અગ્રસ્થાન કે ઉચ્ચસ્થાન આપી કે અપાવીને પ્રતિષ્ઠા આપે છે. ત્યારે તેમના તરફથી આડંબરપૂર્ણ કાર્યોમાં પસા આપવાને લીધે સાધુસાધ્વીઓને યશ કે કીર્તિ, અથવા પૂજ-પ્રતિષ્ઠા તેમજ સારી ભિક્ષા મળી જાય છે. પરંતુ એથી વાસ્તવિક સેવા અને ત્યાગને પ્રોત્સાહન નહિ મળવાથી તેઓ સાચા માર્ગને રૂંધે છે. અથવા સત્તાધારીઓ અને પકાદારનાં પ્રલોભન કે શરમમાં તણાઈને તેમને સાચી વાત કહેવામાં અચકાય છે. એથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com