________________
૧૪૭
ઘણી ના છતાં ચક્રવર્તીની અદ્ધિનું નિયાણું કરે છે. હું સમભાવે રહું છું. પણ ત્યારથી આપણા રસ્તા ફંટાઈ જાય છે. હું કાળધર્મ પામી શ્રેષ્ઠપુત્રરૂપે જન્મ્યો અને વૈરાગ્ય પામીને સાધુ થયો છું તમે નિયાનું પ્રમાણે બ્રહ્મદત ચક્રવત થયા છે. મને પણ જાતિ-સ્મરણ સાન થયું હતું એટલે તમે પણ ભવને ઉદ્ધાર કરી શકો તેવી મારી અંતરની અભિલાષા રહી છે. આ માનવભવને ભોગવિલાસમાં આસકન રહીને ન હારી. ચેતે અને ચાલી નીકળો મારી સાથે !” જો તમે સાધુ ન બની શકે તે ગૃહસ્થ જીવનમાં રહીને પણ આર્યકર્મ કરે નીતિ ન્યાયથી ચાલો.
બ્રહ્મદત્ત ચક્રવર્તી (સંભૂતિ) ચેત્યા નહીં. તેમણે કહ્યું: “મને તમારા દર્શન કરી આનંદ થયો છે. પણ આપની વાતનું પાલન હમણાં થઈ શકે તેમ નથી. રાજકાજ, સ્ત્રી, પુત્ર વગેરેની સાહ્યબી અને ભોગાંસક્તિ નિવૃત્તિ થઈ શકે તેમ નથી !”
મુનિ તેમને ઘણું સમજાવે છે પણ તે (સંભૂતિ) ચેતતા નથી. ચિત્તમુનિ ત્યાંથી વિહાર કરી જાય છે. તેઓ વિકાસ સાધતાં આત્માના ઉચ્ચ પદે પહોંચી કેવળી બની મેક્ષે જાય છે પણ બ્રહાદત્ત ચક્રવર્તીસંભૂતિ-સંસારના કાદવમાંથી ઉપર આવી શકતા નથી અને નરકે જાય છે.
તાત્પર્ય એ છે કે પૂર્વજન્મની સ્મૃતિ પૂર્વ સંસ્કારવા બ્રહ્મદત્તને જરૂર થઈ પણ તેણે એને દુરુપયોગ કર્યો અને ચિત્તમુનિએ સદુપયોગ કર્યો. આ માં પણ પૂર્વજન્મની સ્મૃતિ તે ઊંડાણવાળી બુદ્ધિને કારણે થઇ હતી તે ખાન રાખવું જોઈએ.
જગ મેંના ફળની માંગણી કરી લેવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com