________________
૧૪૬
જમ્યા. તે વખતે નમુચિ નામને પ્રધાન હતું. તે સંપટ અને વ્યભિચારી હતું. તેથી રાજાએ તેને મૃત્યુદંડની સજા આપી. તેને ફાસીએ ચઢાવતાં આપણા પિતા ચંડાલને દયા આવી અને તેને બચાવી લીધો અને પિતાને ઘરે ગુપ્ત રાખે. તે ગુપ્ત રીતે આપણને સંગીત શીખવાડને રહ્યો. પણ ફરી કુટિલતાના કારણે તે ત્યાંથી હસ્તિનાપુર ગયા. ત્યાં ચાલાકીથી પ્રધાન થયે.
“આ તરફ આપણે ( ચિત્ત અને સંભૂતિ) સંગીતમાં પાવરધા થઈને આખી પ્રજાને આકર્ષવા લાગ્યા. તેથી પીલા સંગીતશાસ્ત્રીઓએ આપણને હલકા વરણના અયોગ્ય ઠગાવી રાજા પાસે ફરમાન લઈ ત્યાંથી હાંકી કાઢયા. જિંદગીથી કંટાળીને આપણે પહાડ ઉપર ગયા અને પડતું મૂકવાની તૈયારી કરતા હતા, ત્યાં એક પવિત્ર સાધુને ભેટે થયો. તેણે આપણને બચાવ્યા અને સાધુ-દીક્ષા આપી, જ્ઞાન-ધ્યાન શીખવ્યાં.
આપણે ઉગ્ર તપસ્યાઓ કરવા લાગ્યા. તેના પ્રભાવે આપણને લબ્ધિઓ મળી. વિચરતા-વિચરતા આપણે હસ્તિનાપુર ગયા. ત્યાં ભિક્ષા લેવા જતાં પેલા નમુચિ મંત્રીએ જોયા અને કદાચ તેને ઉધાડ પાડશું એવી બીક અને શંકાના કારણે તેણે આપણને નગરી બહાર કઢાવ્યા.
આવાં અસહ્ય અપમાનથી આપણે સળગી ઉઠયા. આપણે આપણી લબ્ધિને ઉપયોગ કર્યો. નગરીમાં આગને ભડકે ઉઠવા લાગ્યો આખી નગરી ગભર શું લોકો રાજા પાસે પાર પાડવા ગયા. કોઈકે રાજાને કહ્યું : “આપણી નગરીમાં બે મુનિઓનું અપમાન થયું છે તેના કારણે આમ થયું છે !”
તેથી રાજ પિતાની ચતુરંગિણી સેના, રાણી-દાસીઓ સાથે આવ્યું. તેણે આપણને ખુબ જ વિનતિ કરી. રાજાની વિનવણીથી આપણે લબ્ધિઓ પાછી સંકેલી લીધી. અને નગરીમાં શાંતિ થઈ ગઈ.
આટલું કહી ચિત્ત મુનિએ કહ્યું: “ પણું, બંધુ! તમને તે વખતે રાજાની સાહેબી વગેરેનું આકર્ષણ એટલું બધું થાય છે કે તમે મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com