________________
૧૪૨
ક્તિથી માણસ સંતાનવૃદ્ધિમાં પડે છે ત્યારે સ્મૃતિ, વિકૃત થાય છે, એટલે મોટા થયા બાદ જેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે તેનું કારણ અંતઃકરણની વધારે નિર્મળતા, પવિત્રતા અને અનાસક્તિ છે; તેમજ જ્ઞાનવરણીય કર્મોને ક્ષયોપશમ પણ કારણભૂત હોય છે. સ્મૃતિવિકાસ જ્યારે તીવ્ર બને છે ત્યારે પૂર્વભવોનું વ્યક્તિગત અને પારસ્પરિક સ્મરણ થાય છે. યોગદર્શનમાં પૂર્વજન્મ સ્મૃતિનું કારણ બતાવ્યું છે –
અસ્થિર્ષે ગન્માતા સંતોષઃ a એટલે કે પરિગ્રહવૃત્તિ-આસક્તિ-મમતાવૃત્તિ દૂર થવાથી અમમત્વ ભાવ સ્થાયી થવાથી પૂર્વજન્મની વાર્તાનું સ્મરણ થાય છે. જૈનધર્મગ્રંથોમાં પૂર્વ જન્મસ્મૃતિનાં ઘણા દાખલાઓ મળે છે. તેમાંથી બે એક પસ ગો જોઈએ.
એક સ્ત્રી અને એક પુરૂષ આઠ જન્મથી સાથે હતા. નવમે જન્મે અરિષ્ટનેમિ અને રાજામતી તરીકે તેઓ જન્મે છે. પછી લગ્નગ્રંથીથી પતિ-પત્ની તરીકે જોડાવાની તૈયારી કરે છે. પણ પ્રસંગ એ બને છે કે અરિષ્ટનેમિ રથમાં બેસીને પોતાની જન સાથે પરણવા જઈ રહ્યા હોય છે ત્યાં રસ્તામાં વાડામાં પુરાયેલા પશુઓને કરૂણ અવાજ સાંભળી તેમનું હૃદય દ્રવી ઊઠે છે. સારથિને પૂછતાં તેમને જાણવા મળે છે કે તેમની સાથે આવેલા જાનેવા માટે, ભોજન નિમિતે આ બધાનો વધ કરવાનો હોય છે. તે જાણું તેમણે સારથિને વાડે ઉઘાડી દેવાનું કહ્યું. પશુઓ મુક્ત થાય છે અને તેઓ પિતાનો રથ પાછો વળાવી લે છે. તેથી જાનમાં ખળભળાટ થાય છે. અરિષ્ટનેમિ તેમને પશુદયા અને સંયમનો સચોટ ઉપદેશ આપે છે. તેઓ પોતે સાધુ દીક્ષા લઈ લે છે.
આ બધું જાણીને રાજુમતીને ઘણી ચિંતા થાય છે. તેની સખીઓ તેને દિલાસે આપે છે અને બીજા પુરૂષને વરવાનું કહે છે. પણ, રાજામતીનું ચિત તે અરિષ્ટનેમિમાં પરોવાઈ ગયું હતું. તેઓ ચિંતા કરે છે અને તેમ કરતાં કરતાં તેમને પૂર્વના આઠ ભાવેના સંબંધનું સ્મરણ થઈ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com