________________
૧૪૦
જના અને પૂર્વજન્મના. એટલે જ એક જ મા–બાપની બે છોકરાઓમાં ઘણે તફાવત નજરે પડે છે. માણસની પિતાની ભિન્નતા એટલી બધી હેય છે કે “પાંચે આંગળીએ બરાબર નથી” “મુંડે મુડે ર્મતિ ભિન્ના” જેવાં સૂત્રોનું પ્રચલન થયું છે. આનું મુખ્ય કારણ તે અજ્ઞાત એવા પૂર્વજન્મના સંસ્કારો છે. આ સંસ્કારને પિતાના પુરૂષાર્થના સંસ્કાર, મા-બાપના સંસ્કારોને લેહીના સંસ્કારે; અને સામાજિક સંસ્કારોને વાતાવરણના સંસ્કારે ગણી શકાય.
એક જવાર આપણને પૂર્વજન્મની સ્મૃતિ થાય તો? એ સહુથી સુખદ ઘટના ગણી શકાશે ! પણ તે થઈ શકે છે અને તે સ્મૃતિ-વિકાસની નિરતર ઉચ્ચતર પ્રક્રિયાથી. જૈન દર્શન કહે છે કે સ્મૃતિ ઉપર પડેલ મોહ, લોભ, કામ, ક્રોધ, મદ વગેરેનાં આવરણે દૂર થવાથી એટલે કે મતિજ્ઞાનાવરણીય (જ્ઞાનને ઢાંકી દેતા) કર્મના ક્ષય કે ક્ષયપશમના કારણે સ્મૃતિ નિર્મળ થઈ જવાથી કેટલીક વ્યક્તિઓને પૂર્વ જન્મનું સ્મરણ થાય છે તેને જાતિસ્મરણ જ્ઞાન કહેવાય છે. અલબત જાતિ-સ્મરણજ્ઞાન મોહ, લોભ વગેરે હોય તોયે થઈ શકે છે. પણ તેથી ઊંચે જવાતું નથી. જાતિસ્મરણ જ્ઞાનની વધુમાં વધુ સીમા બતાવતાં જૈન સૂત્રો કહે છે કે વધુમાં વધુ એક સાથે નવસો જન્મની સ્મૃતિ થઈ શકે છે. એક સાથે ત્રણ જન્મની સ્મૃતિ-જાણકારીની વાત છાપામાં આવે જ છે. જન્મ-જન્માંતરની વાત જાણે તેને ચમત્કાર ગણી શકાય પણ તેને ચારિત્ર્ય સાથે અવિનાભાવ સંબંધ હેતું નથી. પણ તેવી
સ્મૃતિ થઈને જે ચારિત્ર્યના સંપૂર્ણ વિકાસ તરફ જીવન વળે તે તેને જરૂર ચારિત્ર્યને ચમત્કાર માનશું અને તેને મહત્વ આપશું.
પૂર્વજન્મસ્મરણનું જ્ઞાન દરેકને થતું નથી. એનું કારણ એ છે કે દરેકની સ્મૃતિનો તેટલી હદે વિકાસ થતો નથી. દરેકની બુદ્ધિ અને સ્મૃતિ નિર્મળ થતી નથી. તે સિવાય યાદ રાખવા જેવી વસ્તુઓ યાદ રાખવી અને ભૂલવા જેવી વસ્તુઓ ભૂલી જવી એ ટેવ ન પડવાના કારણે ઘણે નકામે કચરો જામે છે તે હટતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com