________________
૧૨૦
હતો? તે સર્વપ્રથમ ૧૮મી સદીને અલગ કરી, ૨૮ને ચારે ભાગતાં, ભાગફળ ૭ આવ્યો, તેમાં ૨૮ ઉમેરતાં ૩૬ થયા, તેને સાતે ભાગવાથી શેષ ૧ રહે છે. ૧૮૦૦ ની જાન્યુ.ની ૧ તારીખે ચોમવાર હત (અંતે આપેલ કોઠા પ્રમાણે) એટલે સોમવાર પછી ૧ ગણવાથી મંગળવાર આવે છે. હવે કોઠા પ્રમાણે મંગળવારે ફેબ્રુઆરીની ૫ મી તારીખ આવે છે. આપણને ૮મી તારીખનો વાર કાઢવો છે. તે પ્રમાણે ૪ ઉમેરતાં શનીવાર આવે છે.
(૨) કોઈ પૂછે કે ૧૮૬૧ ની ૧ લી જાન્યુઆરીએ કયો વાર હતો ? તો સૌથી પહેલાં ૬૧ ને ચારે ભાગતાં ૧૫ આવ્યા તેમાં ૬૧ ઉમેરતાં ૭૬ થયા. તેને સાતે ભાગતાં શેષ ૬ રહી. ૧૮૦૦ની શરૂઆત સોમવારથી થાય છે એટલે સોમવારથી ૬ હો દિવસ રવિવાર આવે છે. એટલે રવિવાર હતો એમ નક્કી થયું.
(૩) કોઈ પૂછે કે ૧૯૬૫ ના ૫ મી માર્ચે છે વારે આવશે? ત્યારે ૬૫ને ચારે ભાગવાથી ૧૬ ભાગફળ આવ્યાં. તેમાં ૬૫ ઉમેરતાં ૮૧ થયા. પછી સાતે ભાગવાથી શેષ ૪ રહે છે. ૧૮૦૦ ની ૧ લી જાન્યુઆરીએ સોમવાર હતો. તેથી સોમવારથી ૪ ગણતાં શુક્રવાર આવશે. એટલે કે ૧૮૬પ ની શરૂઆત શુક્રવારે થઈ. હવે કોઠા પ્રમાણે ૧ જાન્યુઆરીએ શુક્ર હોય તો ૫ મી માર્ચે પણ શુક્રવાર જ આવશે.
આમાં ૧૯૬૪ ની શરૂઆત ગણવી હોય, તો તે લીપઈયર હોઈને એક દિવસ ઓછો ગણી, ગુરુવારના બદલે બુધવારથી ગણતરી કરવી. કારણ કે ૨૮મી ફેબ્રુઆરી પતી ગયા પછી જ એમાં લીપ-ઇયર ઉમેરી શકાય છે. તેથી ફેબ્રુઆરી મહીના પછીથી જે વરસ ગણવું હોય તે વર્ષ શુક્રવારથી શરૂ થયું એમ ગણવું.
સદીના વારને કેડે સદીના પ્રારંભનો કોઠો નીચે પ્રમાણે છે, તેને યાદ રાખવો જરૂરી છે :–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com