________________
૧૦૩
તે તેનાં અવધાન પણ કરી શકાય. વચમાં ભાષાના વિષયને મુદ્દો લઈને, અવધાન કરીને તે વિષય ઉપર બોલી પણ શકાય છે. કેયડાઓ પણ વિવિધ રજ કરી શકાય. વચ્ચે વચ્ચે વાર્તા કરીને લીધેલા પ્રશ્નોત્તરે ફરી ફરી યાદ કરી લેવા. કેટલાક અવધાનકારે અવધાની સંખ્યા વધુ દેખાડે છે, પણ તેમની ગુણવત્તા ઓછી હોય છે. જ્યારે કેટલાક અવધાનકારે સંખ્યા ઓછી દેખાડે છે, પણ ગુણવત્તા ઘણી વિશેષ હોય છે. ગટલાલજી, શ્રીમદ્દ વગેરેની ગુણવત્તા વિશેષ હતી.
આમ સે વાતે એકી સાથે મગજમાં ગ્રહણ કરીને સ્થિર કરી લે અને પૂછવા ટાણે ખરી રીતે કહી દે તે તે શતાવધાની કહેવાય છે. આ શતાવધાની ” જેમ બાહ્ય વસ્તુઓને યાદ રાખી શકે છે તેમ અંતરંગત વસ્તુઓને યાદ રાખે તે તેનાથી તેની આત્મશક્તિ પણ વધી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com