________________
[૧૦] અવધાન પ્રયાગ, ઉદેશ્ય અને શતાવધાન
અવધાન પ્રક્રિયા સ્મૃતિ વિકાસ માટે અચૂક ઉપાય છે. આજે તેને ઉપયોગ મોટા ભાગે પ્રદર્શન કરવામાં થાય છે. ખ્યાતિ કે નામના મેળવવા માટે થાય છે. અવધાન પ્રયોગને ખરો ઉદ્દેશ્ય તે અધ્યાત્મ સાધના હૈ જોઈએ. તેનાથી સીધે સીધું આત્મ-કલ્યાણ થતું નથી. પણ અવધાન જે અંતરના ઊંડાણથી અધ્યાત્મ સાધના માટે થાય તો તેનાથી આત્મસાધના ઉજ્જવળ બને છે, એમાં કોઈ શંકા નથી.
આજે જગતમાં બે પ્રવાહ ચાલે છે– બૌતિક પ્રવાહ અને આધ્યાત્મિક પ્રવાહ. ભોતિક પ્રવાહ નીચે ખેચે છે–અવનતિ તરફ લઈ જાય છે. જ્યારે આધ્યાત્મિક પ્રવાહ, ઉપર લઈ જાય છે. ઉમતિ કરાવે છે. આપણું જીવન આ બે પ્રવાહે વચ્ચે ઝોલાં ખાય છે. અવધાન વડે સ્મરણ શક્તિ ખીલે તો સાધકે તેને ઉપયોગ ભોતિક પ્રવાહ તરફ કરતાં અટકવું જોઈએ.
અવધાન પ્રયોગની શરૂઆત કયારથી થઈ તેને કઈ ચોકકસ ઇતિહાસ મળતો નથી. પણ એક વસ્તુ સંભળાય છે કે સોથી માંડીને હજાર અવધાન કરનારા (સહસ્ત્રાવધાની) પણ ભારતમાં થયા છે. અકબર બાદશ્નાહના માનીતા ભાનુચંદ્ર ગણિ શતાવધાની થઈ ગયા છે. સમયસુંદર ઉપાધ્યાય પણ અવધાની થઈ ગયા છે. પં. રત્નચંદ્રજી મહારાજ આ જમાનાના શતાવધાની થઈ ગયા છે. શ્રીમદ્ રાજચંદ્રજી એમના કરતાં વધુ સુંદર અવધાન કરતા હતા. પણ બહુ ખ્યાતિ વધી જતાં જાહેર પ્રદર્શન તદ્દન બંધ કરી દીધું. પ્રજ્ઞાચક્ષુ શ્રી ગટુલાલજી અંધ હોવા છતાં શતાવધાન કરી શકતા હતા. તેમની તીવશક્તિના કારણે તેમને “ભારતમાર્તડ”ને ખિતાબ મળ્યો હતે. મેં (સંતબાલજીએ)
કેટલાક ભાઈબહેનેને અવધાન પ્રયોગ શીખવ્યા છે. દા. ત. શ્રી ધીરજShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com