________________
પરીક્ષા આવી રહી હતી. પણ તેમને કશું જ યાદ રહેતું ન હતું. ઈતિહાસ વિષયમાં તે તદન કાચા. સન, પા કે કંઈ યાદ ન રહે. એકવાર નિરાશ થઈને બેઠા હતા તેવામાં તેમને એક વિચાર ફુરી આવ્યો કે હું ઈતિહાસનાં પાત્રો અને તેની ઘટના સાથેના વરસ અને તારીખ જે આ વિદ્યાલયમાં ઉગેલા ઝાડની સાથે ગોઠવીને યાદ રાખું તે કેમ? છેવટે તેમણે ઝાડના શબ્દચિત્ર ગોઠવી, અવધાન પ્રક્રિયા પ્રમાણે યાદ રાખવાનો પુરુષાર્થ કર્યો અને તેઓ પોતાની પરીક્ષામાં સારા ગુણોથી પાસ થયા. આગળ જતાં તેઓ બસો વાક્યો અને શબે કમશ: યાદ કરીને ફરી એ જ ક્રમે બેલી જવા સુધીની યાદદાસ્ત વધારી થયા હતા.
એટલે અવધાન પ્રક્રિયાને વિધિ સહારે લેવામાં આવે તે મૃતિ સારી પેઠે ખીલી શકે છે અને ત્યારે વ્યક્તિને એમ થશે કે શું મારી યાદદાસ્ત આટલી બધી ખીલી છે. તે જોઈને તેને પોતાને અને બીજાને પણ નવાઈ લાગશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com