________________
લાલ ટોકરશી શાહ વગેરે. પછી તેઓએ જાતે પણ વિકાસ કર્યો છે. હવે તો દેરાવાસી, સ્થાનકવાસી તેમ જ તેરાપંથી સમ્પ્રદાયમાં પણ કોઈ કઈ મુનિ જાહેર અવધાન કરવા લાગ્યા છે. પણ યાદ રાખવાનું છે કે કેવળ પ્રદર્શન માટે અવધાન થાય તે સ્વ-પર–શ્રેયમાં સાધક ન બનતાં બાધક પણ બની શકે છે.
અવધાનકારે શ્રીમદ્ રાજચંદ્રને આદર્શ આંખ આગળ રાખવે જોઈએ. તેઓ અવધાન દેખાડવા માટે નહોતા કરતા; પણ આત્મભાન માટે સ્મૃતિ-વિકાસને ઉપયોગ કરતા હતા. તેમણે જોયું કે લો કે મારી પ્રશંસા કરે છે ત્યારે તેમનું ચિંતન ચાલ્યું: “આ પ્રશંસા કોની ?”
શ્રીમદની...!” “આ શ્રીમદ કોળું.”
આ દેહદારીની જ વાત થાય છે ને ! પ્રશંસા થાય છે તે ઉપરની બુદ્ધિની, ઉપલા સ્તરની, અંદરનું તે કોઈ જોતું જ નથી.”
છે ઉપરનું સૌ કોઇ નિહાળે.
ભીતરનું નવ કઈ ભાળે...!! -શરીરને ઉપરથી જોઈએ તો તે ઘણું સુંદર લાગે, ઊંડા ઉતરીએ એટલે માંસ-મજ્જા, લેહી-હાડ વગેરે દેખાય છે. એથી ઊંડા ઊતરતાં તેમાં તમોગુણ, રજોગુણ અને સત્વગુણ દેખાશે. એથી ઊંડાણમાં જતાં આત્મા અને પરમાત્માના સ્વરૂપનું ભાન થાય છે. તેથી શ્રીમદ્જી ઊંડા ઊતરે છે અને અવધાન પ્રયોગનું પ્રદર્શન બંધ કરે છે.
કેટલાક લોકો જ્યારે પ્રશંસા થવા માંડે છે ત્યારે ઊંડા ઊતરતા નથી અને અવધાન–પ્રયોગના પ્રદર્શનમાં જ અટવાઈ જાય છે. તેથી વિકાસમાં ઘણી બાધા ઊભી થાય છે. પછી અવધાન સાથે ચમત્કારને જોડી દેવામાં આવે છે. ખરી રીતે તે અવધાન સ્મૃતિ-પ્રખરતાને ચમકાર જ છે પણ લે કે ચારિત્ર્યના ખરા વિકાસને, ચમત્કારને મહત્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com