________________
જેમકે કોઈએ અંગ્રેજીનું એક વાક્ય કહ્યું: “ભાઈ ડિયર બેકર” જે સાંભળનાર અંગ્રેજી ન જાણતો હેય પણ હિંદી જાણતા હોય તે તે, તે ભાષાને પિતાની હિંદી સાથે આ રીતે જોડશે – ભાઈ (માતા), ડીયર (દિયર) બેકર (બે કર (હાથ) વાળે છે) એટલે બા, દિયર બે હાથવાળો છે. આ કલ્પના સાથે તેને અંગ્રેજીના શબ્દો “માઈ ડિયર બેકર” યાદ રહી જશે. જો કે આ પદ્ધતિ વધારે શુદ્ધ કે વૈજ્ઞાનિક તે ન જ કહી શકાય. સ્પર્શ – પ્રયોગ :
બીજી ઈન્દ્રિયો જેમ સ્પર્શેન્દ્રિય વડે સ્મરણ રાખવાને અભ્યાસ થઈ શકે છે. અવધાન પ્રયોગ કરતી વખતે પહેલાં જોયા વગર આંખો બંધ કરીને તરત બતાવવાનો પ્રયોગ કરવાથી લોકો આશ્ચર્યમાં પડી જશે, અને તે વાતનું સ્મરણ પણ સહેલાઈથી રહી શકશે. અવધાન પ્રક્રિયા :
સ્મૃતિના વિકાસ માટે અને ચિરસ્થાયી બનાવવા માટે અવધાન પ્રક્રિયા સૌથી વધારે ઉપયોગી છે. એમાં આંકડા સાથે શબ્દને એવી રીતે ગોઠવી દેવામાં આવે છે કે જેથી તરત યાદ આવી જાય. તે જાતે જ એક સંગઠિત અને સુયોજિત વ્યવસ્થિત સ્મૃતિ છે. અવધાન ક્રિયાના પ્રયોગો ઘણાએ જોયા હશે. તે મુજબ અવધાન ક્યિા, ચિત્તન એકાગ્ર કરીને વિષયોને મસ્તિષ્કમાં ધારણ કરવાની એક પદ્ધતિ છે.
તેના અંગે અલગ પ્રકરણમાં હવે પછી છણાવટ કરશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com