________________
[૯] અવધાન–પ્રક્રિયા શું અને શી રીતે?
અવધાન પ્રક્રિયા સ્મૃતિ વિકાસનું એક વિશિષ્ઠ અંગ છે. સ્મરણશક્તિ અને અવધાન એક હોવા છતાં, ખરું જોતાં બે છે. એક ઉપેય છે અને બીજો ઉપાય છે. એક સૂર્ય છે તે બીજુ તેનાં કિરણે રૂપે છે. અવધાન પ્રક્રિયા એક સુસંગઠિત અને સુયોજિત વ્યવસ્થિત સ્મૃતિ છે. તેના વડે ચિત્તને એકાગ્ર કરીને વિષયોને ધારણ કરી શકાય છે. મૃતિના વિકાસ માટે અને ચિરસ્થાયી બનાવવા માટે અવધાન પ્રક્રિયા સૌથી વધારે ઉપયોગી છે. તેમાં આંકડા સાથે શબ્દોને એવી રીતે ગોઠવી દેવામાં આવે છે જેથી તરત યાદ આવી શકે.
અવ ઉપસર્ગ પૂર્વક “ધા” ધાતુ ઉપરથી અવધાન શબ્દનીપજ્યો છે. એટલે સંસ્કૃત ભાષા પ્રમાણે એને અર્થ થાય છે અવધા , અવ એટલે એકાગ્રતાથી સમ્યફ પ્રકારે મસ્તિષ્કમાં વિષયને ધારણ કરીને રાખ તે. એનો અર્થ એ થયો કે બધી ઈન્દ્રિયોને તે તે વિષયમાં એકાગ્ર કરીને મુખ્યત્વે આંખ અને કાન બે ઈન્દ્રિયોને વિષયમાં તલ્લીન કરીને, અથવા વિષયની નજીક જઈને એકાગ્રતાપૂર્વક ધારણ કરીને રાખો. આંખથી જે જોવાય તે પદાર્થ તરત યાદ રહી જશે. તેવી જ રીતે કેટલાક માણસને અગાઉ જણાવ્યું તે પ્રમાણે સાંભળેલું વધારે યાદ રહે છે. પણ મોટા ભાગે વક્તાને આંખથી જોયા સિવાય સાંભળવાથી તેના કથનને બહુ ખ્યાલ નહીં આવે, ઘણી વાર યાદ પણ નહીંવત્ જ રહેશે.
અવધાનમાં એક વખત વસ્તુને મગજમાં ધારણ કર્યા પછી આંખ બંધ કરીને તેને પાછી યાદ કરવાની હોય છે. તેથી તે વસ્તુ ચિરસ્થાયી રહી શકશે અને પુનઃસ્મરણ વખતે ભુલાશે નહીં.
અવધાન પ્રક્રિયામાં આંકડા યાદ રાખવા માટે કેટલાક સંકેતો ગોઠવેલા હોય છે. દુનિયામાં આંકડા અને અક્ષરે તો ચોક્કસ છે. ભાષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com