________________
૮૮
એટલું બધું યાદ રહી શકતું નથી. તે અંગે મુદ્દાઓ કે નેધ ટાંકવામાં આવે છે. તેને એવી રીતે સક્ષેપ કે એક સૂત્રમાં સાર રૂપે નોંધ કરવામાં આવે છે કે કે જ્યારે જરૂર પડે ત્યારે તેના આધારે આખી વાત યાદ થઈ જાય છે.
- સંક્ષેપીકરણ કે સૂત્ર–શૈલી ભારતમાં બહુ પ્રાચીનકાળથી ચાલુ છે. દર્શન શાસ્ત્ર, વ્યાકરણ, ધર્મગ્રંથો વગેરે માટે ઋષિઓએ સૂત્રશૈલી અપનાવી હતી. સંકેત શિલીના નીચે મુજબ પ્રયોગો થઈ શકે –
(૧) ચિહ્નાંકન : જે લીટીને મહત્વપૂર્ણ માનીએ તેની નીચે લીટી દોરતાં આપણું ધ્યાન તેના ઉપર કેંદ્રિત થઈ શકે.
(૨) ભાવગ્રહણ : જે પધ વગેરેને યાદ રાખવું હોય તો તેના ભાવનું એક આખું ચિત્ર આપણા મગજમાં આવી જવું જોઈએ. જેથી તે ભાવ ચિત્ર પ્રમાણે આખું પધ યાદ આવી જાય.
(૩) સૂત્ર-શૈલી : કોઈ લાંબા વિષયને એક વાક્ય કે એક સૂત્રમાં સમાવી લેવામાં આવે અગર તે સારાંશને અનુપ્રાસમાં જોડી દેવાય. જેમકે “એ જ સન-ત્રીશ દિશ” એટલે કે એ = એપ્રિલ, જૂ = જૂન, સ = સપ્ટેબર, ન = નવેંબર આ ચાર માસના દિવસ ત્રીશ હેય છે; બાકીના ૩૧ હોય છે. ફેબ્રુઆરીના તો લીપ-ઈયર મૂકીને ૨૮ દિવસ જ હેય છે. આમાં ચાર માસને પહેલો અક્ષર લઈને કવિતામાં જોડી દેતાં તે સરળતાથી યાદ રહી શકશે. દવનિગ્રહણ :
જગતની બધી ભાષા કોઈ જાણતું નથી. તેથી જે ભાષાઓ આપણે જાણતા નથી તેના શબ્દો યાદ રાખવા હોય તો શ્રવણેન્દ્રિયની ક્ષમતા વધારવી પડશે અને તે ભાષાના અવાજને તેજ રૂપમાં ગ્રહણ કરવાને અભ્યાસ કરવો પડશે. આમ અભ્યાસ થવાથી અજાણી ભાષાને ગ્રહણ કરવામાં સરળતા રહેશે. તે ઉપરાંત એ અજાણું ભાષાને પરિચિત ભાષા સાથે ક૯૫નાથી જોડવી પડશે. તેથી તેને અજાણી ભાષાનું સ્મરણ થઈ શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com