________________
શકાય. રૂપાત્મક કલ્પનામાં તે વસ્તુનું વાસ્તવિક ચિત્ર મગજમાં અંકિત થઈ જવું જોઈએ. જેમ આંબાને યાદ રાખવા માટે તેની સાથે તેના રંગ, રૂપ, ગુણ, સ્વાદ તેમજ સ્વાનુભવનું સંયોજન કરીને આંબાનાં અનેક રૂપોને સ્થિર કરી લેવાં જોઈએ. તે કેરી-કેરી–આંબો-આંબેડ ગોખવા કરતાં વધારે સરળતાથી, ઝડપથી સ્થિર થઈ શકશે.
ભાવાત્મક કલ્પનામાં આ વસ્તુ લેતી નથી. તે ક૯૫ના જરા અઘરી પણ છે. વસ્તુ-ચિત્ર કરતાં ભાવને યાદ રાખવાનું કાર્ય કઠણ છે. એટલે ભાવને યાદ રાખવા માટે તેના પ્રતિનિધિને કે પ્રતીકને યાદ કરી કલ્પના કરવી જોઈએ. દા. ત. અહિંસા ભગવાન મહાવીર, કરૂણા ભગવાન બુદ્ધ, સત્યaહરિશ્ચન્દ્ર, સત્યાગ્રહ ગાંધીજી, બુદ્ધિ અભયકુમાર, ઋહિંગ શાલિભદ્ર વગેરે. એવી જ રીતે વસ્તુના સ્વાદ માટે પણ તેના પ્રતીક યાદ કરી લેવા જોઈએ. ખારૂં નમક, મીઠું =મધ, ખાટું=લીંબુ વગેરે.
આમ રૂપાત્મક અને ભાવાત્મક બને કલ્પનાચિત્રો વડે કલ્પનાશકિત વધારવાનો અભ્યાસ કરે જોઈએ. જે સ્મૃતિવિકાસને અમેધ ઉપાય છે. અવધાન માટે કપનાચિત્ર બહુ જ ઉપયોગી નીવડે છે.
સાહચર્ય :
ધણીવાર રૂપાત્મક કે ભાવાત્મક ચિત્ર મગજમાં ગોઠવી લેવાં છતાં તને સાહચર્ય સંબંધ ન જેડાય, ત્યાં સુધી તે વસ્તુ કે નામ યાદ રહેતાં નથી. દરેક સ્મૃતિ, બીજી કોઈ સ્મૃતિ સાથે જોડાયેલ છે. તેને બહાર લાવવા માટે સાહચર્યને સિદ્ધાંત ઉપયોગી થાય છે.
બે વિધાથી શિક્ષક પાસે સાથે - સાથે જાય છે. એકનું નામ છે હનુમાન અને બીજાનું નામ છે ભોળાનાથ. બન્નેનાં નામે વારેવારે પુછવા છતાં શિક્ષકને યાદ રહેતાં નથી. હવે જે હનુમાન સાથે તેમની આકૃતિનું શબ્દચિત્ર જોડી દેવાય અને ભોળાનાથ સાથે શંકર તેમની જટા, ભોળપણ જોડી દેવાય તે બન્નેને જોતાં જ તેમનાં નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com