________________
કલ્પનાને અર્થ છે મન વડે જેવું. કોઈપણ વસ્તુ કે વિષય અંગે મગજમાં તેને લગતું ચિત્ર ઉપસાવવું તેનું નામ કલ્પના છે. માણસને બધા પ્રાણુઓ કરતાં ઉત્કૃષ્ટ કલ્પનાશકિત મળેલી છે. કલ્પના વડે જ તે ચંદ્રલોક, રોકેટ, અવકાશયાત્રા વગેરે સુધી પહોંચી શકે છે. જળ, સ્થળ, નભ બધાને તેણે પિતાની કલ્પનાશકિત વડે કાબૂમાં કરી લીધાં છે. અંધકારયુગને માનવ કલ્પનાશકિતના વિમાનમાં બેસીને જ આજે પ્રકાશયુગ સુધી પહોંચી શકે છે. કલ્પનાશકિતનું મહત્ત્વ વ્યકિત અને સમષ્ટિ બંને માટે છે. તેથી દરેકે તેને યથાશક્ય પ્રયત્નપૂર્વક વિકાસ સાધવો જોઈએ.
કોઈ વિષયને યાદ રાખવો છે તો તેની સાથે કોઈ રસિક કલ્પના કે ભાવચિત્રને જોડી દેવું જોઈએ. તેથી જે ઘડીભર માટે મૂળ વિષય ભૂલાય જાય તો કલ્પનાના આધારે તે વિષયને પાછો પકડી શકાશે.
કોઈ વિષયને યાદ કરવા માટે તેમાં રસ જાગવો જોઈએ જે શ્રદ્ધાથી જાગે છે. આ રસ જગાડવા માટે કલ્પનાચિત્રનો સહારો લેવો સારે છે. કલ્પનામાં આંખ, કાન અને મન ત્રણે વસ્તુ મુખ્યત્વે કામ કરે છે. આંખ વિષયને જોઈને ઊર્મિને પડઘો પાડે છે, કાન તેને સાંભળીને મનમાં કલ્પનાના ઘોડા દોડાવે છે. જેયેલું યાદ રહે તેમ સાંભળેલું પણ યાદ રહી જાય છે; કેવળ તેની સાથે તે વસ્તુની આકૃતિ મનમાં સ્પષ્ટ થવી જોઈએ. જંગલનું ધ્યાન ધરતાં તેનું આખું ચિત્ર મનમાં દોરાઈ જવું જોઈએ. દા. ત. તેમાં વહેતી નદી, લીલાંછમ ઝાડે, પહાડે, ઉછળતાં વાંદરા, કલરવ કરતાં પંખી, ચીસ પાડતા હાથી, ગરજતા સિંહ વગેરે.
હવે પ્રશ્ન એ છે કે જે વસ્તુની કોઈ આકૃતિ નકકી નથી, તેની સાથે કલ્પનાચિત્ર કે કલ્પનાને શી રીતે જોડાય તે માટે કલ્પનાને બે ભાગમાં વહેંચવી પડશે. – (૧) ભાવાત્મક કલ્પના, (૨) રૂપાત્મક કલ્પના. ભાવાત્મક કલ્પનાને પ્રતીકકલ્પના કે પ્રતિનિધિકલ્પના પણ કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com