________________
મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે ! ” વાચસ્પતિમિએ એને ધન્યવાદ આપ્યા અને કહ્યું–અમે જે વિષયવાસનામાં પડી ગયા હેત તે આટલે સુંદર ગ્રન્થ મારાથી ન લખી શકાત. તમારા સાગને લીધે જ હુ આ ગ્રંથ પૂરો કરી શકો છું. અને હવે તમારા નામ ઉપરથી જ એ ટીકાનું નામ “ભામતી ” રાખું છું.”
આ હતી સ્મૃતિને જાગૃત અને તીવ્ર રાખવા માટે એકાગ્રતાની સાધના. એની એકાગ્રતા યમનિયમથી જ થઈ શકે છે.
પણ, મન એકાગ્ર ત્યારે જે થઈ શકે જ્યારે તેનો દુરુપયોગ ન થ હાય. અસ્વસ્થ વિચારોમાં. આળસમાં કે પ્રમાદમાં મનને પરોવી દઈએ તે એકાગ્રતા ન આવે. મનને ગમે ત્યાં રખડતું ન સૂવું જોઇએ. તોજ તે એકાગ્ર બને અને એકબ થતાં મરણ શક્તિ વધે. કલ્પના શક્તિનો વિકાસ :
વર્તમાન યુગમાં ગોખીને યાદ રાખવાની પદ્ધતિ કરતાં કપનું! ચિત્રો વડે યાદ રાખવાની પદ્ધતિ શિક્ષણમાં ચાલુ છે તેથી વદ રાખવાનું મહેલું થઈ પડે છે. આજના યુગમાં માવજગત વૈજ્ઞાનિક સાધનાથી અને ગતિવાન વાહન વહેવારથી બહુ નજીક આવી ગયું છે. તેના એકમેકના પ્રશ્નો સાથે જોડાયેલા હોય છે. માનવની કલ્પનાશક્તિ બચપણથી જ બહું ખીલે છે. આંખે જોયેલું જેમ યાદ રાખવામાં સરી થાય છે તેમ કહપના થી યાદ રાખી શકાય. પણ તેના સંબંધ જોવામાં આવે તે તે તરત યાદ રહી જાય છે.
એટલે લિવિકાસ માટે કલ્પનાશક્તિ વધારવાની જરૂર છે. કલ્પનાને એકાગ્રતા સાથે સંબંધ છે ખરો, પણ કલ્પનાશકિત વધારવાનો વિષય એકાગ્રતા પછીનો છે. એકાગ્રતા થાય પણ કલ્પના ના ચાલે કે ન વધે તો સ્મૃતિ ચિરસ્થાયી અને વિકસિત ન થાય. કલ્પના કરવી પાંખ છે કે જેના વડે સ્મૃતિ-વિકાસ સુધી પહોંચી શકાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com