________________
“એટીલા” નામના હુણ લોકોના સરદારે આગ અને ભાંગફોડથી યુરોપને ઘણે મુલક ઉજ્જડ કરી મૂકયો હતો. પરંતુ પૂર્વનું રોમન–સામ્રાજ્ય પતન પામતું પામતું પણ કદિ–કદિ પિતાની તાકાત બતાવતું હતું. ત્યાં તે નવા યુરોપની રચના આકાર લેવા માંડી હતી પણ તેને બનતા લાંબો સમય લાગ્યો હતો. વખત જતાં પશ્ચિમ યુરોપમાં નવી વ્યવસ્થા ખીલતી જતી હતી. કદિ કદિ સાધુ, સના શાંતિમય પ્રયાસો થતા હતા તે કદિ પરાક્રમી રાજાઓ તલવારના જોરે ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરતા નવી-નવી સરહદે સર કરતા હતા. નવાં નવાં રાજ્ય બનતાં જતાં ધૃતાં. ક્રાંસ, બેલજીયમ અને જર્મનીના અમુક ભાગમાં “ કલેવિસ” નામની નેતાગીરી હેઠળ રેક જાતિના લોકોએ રાજ્ય સ્થાપિત કર્યું. કવિએ ઈ. સ. ૪૮૧ થી ૫૧૧ સુધી રાજ્ય કર્યું. પણ, થોડા સમયમાં જ “મેયર ઓફ ધી પેલેમ ” (રાજમહેલને મુખી) નામના દરબારીઓએ રાજ્ય પિતાને કબજે કર્યું. તેઓ સર્વસત્તાધીશ થયા, તેમને હદો પણ વંશપરંપરાગત થઈ ગયો. રાજાએ પૂતળાં જેવા જ રહ્યા. ખરી સત્તા આ લોકોના હાથમાં રહી.
૭૩૨માં ટુના રણક્ષેત્રમાં “ચાલે ટલેસેરેસલ નામના લેકેડને હરાવ્યા. તેથી ખ્રિસ્તી લોકોની નજરે તે યુરોપના તારણહાર જે મનાવા લાગ્યો. લોકોએ તેને ખૂબ માન આપ્યું. તેની સત્તા એટલી બધી વધી ગઈ કે તેના પુત્ર “પીપીને’ રાજાને ગાદી ઉપરથી ઉઠાવે; જાતે રાજા બની ગયે. પિપે તેને મંજુરી આપી. પરિણામે કેન્સેન્ટીલના સમ્રાટ સાથે પિપને સંબંધ બગડ્યું અને બન્ને યુદ્ધ ઉપર ચડયા. પપે પીપીનની મદદ માંગી. પીપીનને પુત્ર શેર્લમેન પિપની મદદે ગયા. તેણે પોપના દુશ્મનોને હાંકી કાઢયા, તેથી રાજી થઈ પિપે ઈ. સ. ૮૦૦માં મોટો સમારંભ કરી રોમના દેવળમાં પાર્લમેનને રોમન સમ્રાટ જાહેર કર્યો. તે દિવસથી રોમ, “પવિત્ર રામ સામ્રાજ્ય” તરીકે ગણાવા લાગ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com