________________
૬. વિશ્વ ઈતિહાસની રૂપરેખા યુરોપને ઇતિહાસ-પૂર્વાર્ધ ] [મુનિશ્રી નેમિચંદ્રજી
હવે આપણે યુરોપના ઇતિહાસ ઉપર સવિશેષ વિચાર કરશું. યુરોપ એશિયા મહાખંડને ચોંટી રહેલો ખંડ છે, બીજી રીતે તે એશિયાની મહાકાયાના અવયવ જે દેખાય છે. વિશ્વ ઉપર લાંબાકાળ સુધી એશિયાનું પ્રભુત્વ રહ્યું હતું. હિંદમાં પાંચ હજાર વર્ષ ઉપર મેહનજે-ડેરોના અવશેષો પ્રમાણે સંસ્કૃતિને વિકાસ થઈ ચૂક્યો હતે. મિસરમાં પણ તેટલી પુરાણું મમ્મીઓ મળી આવે છે. આર્ય સંસ્કૃતિને પણ વાર લગભગ પાંચેક હજાર વર્ષને માનવામાં આવે છે. તે વખતે યુરોપ શું હશે?
તે વખતે યુરોપ કેવળ ગીચ-જંગલ અને પહાડોથી ભરેલ પ્રદેશ હે જોઈએ. ત્યાં એશિયામાંથી લોકો જઈને વસવા લાગ્યા. તેમણે ધીમે-ધીમે જંગલો સાફ કર્યા; નગર વસાવ્યાં, અને આજે યુરોપ સહુથી વધારે સત્તા ધરાવતું છે. તે વધારે સંસ્કારી ગણાય છે.
સામાન્ય રીતે એમ મનાય છે કે ઘણું લાંબા કાળ પહેલાં ઉત્તર યુરોપ અને ઉત્તર એશિયાના દેશમાં અતિશય ઠંડી પડતી હતી. તે વખતે મધ્ય-યુરોપમાં મોટી મોટી હિમ-નદીઓ વહેતી હતી. મનુષ્યોની ત્યાં ખાસ વસતિ ન હતી. તે યુગને હિમયુગ તરીકે ત્યાંના લોકો ઓળખે છે. આજે પણ કયાંક ક્યાંક તેની નિશાની મળી આવે છે. તે વખતે ઉત્તર અને મધ્ય યુરોપમાં સર્વત્ર ઠંડી પડતી હતી. વખત જતાં ગરમીનું મોજું આવ્યું, ગરમ હવા થઈ અને યુરોપમાં ગયા જંગલો ઊગી નીકળ્યાં.
વચગાળાને ઈતિહાસ મળતું નથી. પણ, રમના પતન પછી, પશ્ચિમ યુરેપ થાળે પડવા માંડયું હતું. કોન્સેન્ટીલના અમલ નીચેના
મુલક સિવાય પૂર્વ યુરોપની દશા તે એથી પણ વધારે ખરાબ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com