________________
૫૭
દૂર કર્યો. એટલું જ નહીં, તેઓ પિતાને દેવ તુલ્ય ગણવા લાગ્યા. તેથી તેમણે પ્રજા તરફ જોઈએ તેટલું ધ્યાન ન આપ્યું. ગરીબ પ્રજા કચડાતી ચાલી તેમજ કરભાર નીચે દબાતી ચાલી. જો કે ગરીબો માટે મફતનું ખાવાનું, સ્નાનઘરો તેમજ ક્રીડા સ્થળો બનાવી દેવા છતાં ત્રાસી ગયેલી પ્રજા વધુને વધુ ઉશ્કેરાતી ચાલી.
રોમન સામ્રાજ્યનું બીજુ મોટું દુષણ ગુલામે હતા. ગુલામાં અગાઉના ગ્રીક તેમજ બીજી પ્રજાના બુદ્ધિશાળી લોકો પણ હતા. રોમન સમ્રાટો આવા પ્લેયેટરોને કુસ્તીમાં મરણત સુધી ઉતારતા. સમ્રાટ કોલોઝિયમાંએ એકવખત એક સાથે ૧૨૦૦ જેટલા હતભાગી ગુલામેને પ્રજાના મનોરંજન માટે ઉતાર્યા હતા. આથી ગ્રીક ગુલામોએ સમ્રાટોના દરેક કામમાં આવીને પણ પ્રાણ બચાવવા શરૂ કર્યા પરિણામે રોમન સેનાપતિ અને સીઝરો વધુ ને વધુ આળસુ થતા ગયા. ગુલામ પકડવા, મેજશખ કરો અને દુરાચારનું સેવન કરવું એ આગળ ઉપરની રોમન સેનાનું લક્ષ્ય બન્યું. પરિણામે સૈન્યની તરફદારી મેળવવા માટે લાંચરૂશ્વત આપવામાં આવતી. આમ સડે ઊંડે ને ઊંડે ઊતરત જતો હતો, વૈભવ-વિલાસના કારણે સ્વાભાવિક રીતે બુદિ મંદ થતા, વૈદકીય, તત્વચિંતન, વિચાર તેમજ હુન્નર અને ઈજનેરીનું બધું કામ ગુલામોએ ઉપાડી લીધું. રાજના ચીલે પ્રજા ચાલે, એમ પ્રજા પણ આળસુ થતી ગઈ અને રોમન સૈન્યમાં ભર્તી થવા માટે રામને અભાવ શરૂ થયો. સામાન્ય લોકો તે કચડાયેલા હોઈને બંડ માટે તૈયાર થતા એટલે તેમને દબાવવા માટે રોમન લોકોએ બર્બર” (જગલી) અસબ લોકોને સૈન્યમાં લેવા શરૂ કર્યા.
આ બન્નર જાતિના લોકોએ પિતાની શક્તિ વધારવી શરૂ કરી અને એકવાર એવા સમય આવ્યે કે ઓગસ્ટસ સીઝર પછી ત્રણસો વર્ષ કેન્સ્ટટાઈન નામના સમ્રાટને રોમન સામ્રાજ્યની રાજધાનીને રોમથી
ખસેડીને પૂર્વ તરફ લઈ જવી પડી. ત્યાં તેણે નવું નગર કેન્સેન્ટીલિ વસાવ્યું. તે “નવા રામ' તરીકે ઓળખાવા લાગ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com