________________
૫૬
સ્થાપત્ય કાળમાં જે વિકાસ રેમન સામ્રાજ્ય કર્યો તે ઠેઠ ઓગણીસમી સદી સુધી આધારભૂત મનાયો. નદીઓ પાર કરવા માટેના પુલ, સ્ટેડિયમો તેમજ વિશાળ ભવનના અવશેષો આજે પણ તે અંગેની તેમની વિશેષતા જાહેર કરે છે.
નગરનું શાસન અને કાયદો તેમણે આપ્યાં, તે ઉપરાંત આજે જેને આપણે સુધરાઈ ( મ્યુનિસીપાલીટી) કહીએ છીએ તેને આરંભ એ લોકોએ કર્યો. તે વખતે તેમણે રોજના ત્રણ લાખ ગેલન પાણી આપતા હેજે-ઢાંકેલી નાળીઓ બનાવી હતી.
લોકો માટે જાહેર રસ્નાનઘર, સુંદર વિશાળ ભવને તેમજ દવાખાનાઓ એ રોમન સામ્રાજ્યની ભેટ છે. ચિકિત્સા વગેરેને સુંદર પ્રબંધ તે રાજ્યમાં થતું અને વિકસિત થતું ગયો. સ્નાનઘર સ્ટેડિયમ (સ્પર્ધા જોવાનું સ્થળ) તેમજ નાટકધર એ પણ તેમણે આપેલી લોક-મને રંજન માટેની પરંપરાઓ છે.
તેમણે મૂર્તિ કળાનાં એક વિધ અંગને વિકસિત કર્યો. લાસ્ટરમાં નકશીકામ તેમજ ચિત્રકારીને પણ તેમણે વિકાસ કર્યો હતે. પાકા રસ્તાઓની બાંધણી તેમણે બતાવી.
સમ્રાટ ઓગસ્ટસ પ્રથમના સમયે રોમન સામ્રાજ્યનો સુવર્ણયુગ હતો. ત્યારબાદ ઘણું સમ્રાટો થયા પણ જેને માનવતાપૂર્ણ વિચારો આપનાર સમ્રાટ ગણાવી શકાય તે માકર્સ ઍરિલિયસ હતો. તેણે “Meditations” વિચાર-વિમર્શ નામના પુસ્તકમાં સુંદર વિચારે રજૂ કર્યા છે.
રોમ સામ્રાજ્યના પતન અને વિનાશને સુંદર ઉલ્લેખ ગિબ્સને ડિકલાઈન એન્ડ ફોલ ઓફ ધી રેમન એમ્પાયર” નામના પુસ્તકમાં કર્યો છે. તેના જણાવવા પ્રમાણે સીઝરે એક પછી એક આવતા ગયા. તેમાંથી ઘણું ઓછા સારા હતા. ઘણુ ખરાબ હતા, વધારે પડતા _૨ અને નકામા હતા. તેમણે ધીમે-ધીમે પ્રજાતંત્રીય સેનેટને પ્રભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com