________________
ખાતે વહાણમાં હાથીઓ લઈ ગયો અને તેણે બંગાળના રાજાને હરાવ્યા. એ રીતે ચેલ સામ્રાજયને ખૂબ જ વિસ્તાર થયો. પણ તે રાજ્ય લાંબા કાળ સુધી ટકી શક્યું નહીં. તેણે ૧૦૧૩ થી ૪૪ સુધી રાજય કર્યું. તેના મરણ બાદ બધા ખંડણી રાજાઓએ બળવો કર્યો પરિણામે ચેલ સામ્રાજ્યનું વિઘટન થઈ ગયું.
દક્ષિણમાં ઉત્તર કરતાં વધારે ભારતીય સંસ્કૃતિને પરિચય મળે છે. એનું કારણ એ છે કે મધ્ય એશિયાથી આવેલા મુસલમાનોએ મોટા ભાગે ઉત્તરમાં જ હુમલા કર્યા હતા. તેમ જ ત્યાંના સ્થાપત્યોને વિનાશ કર્યો હતો. તે ઉપરાંત દક્ષિણમાં મંદિરે અનેક કાર્યમાં વપરાતા હતા. તે મંદિર ઉપરાંત, પાઠશાળા, ચોર, પંચની કચેરી અને દુશ્મનેથી બચવા માટેનું ગઢ પણ હતું. ગામનું આખું જીવન તેની આગળ ધબકતું હતું. પરિણામે મંદિરના પૂજારીઓ અને બ્રાહ્મણ ગામ પાસે ધાર્યું કરાવી શકતા. દક્ષિણમાં સુંદર વિશાળ મંદિર જેવા જેવાં છે. તાંજોર, ચિદંબરમ, કાંજીવરમ તેમ જ મદુરાના મંદિર પ્રખ્યાત હતાં
અને આજે પણ તે જોવાલાયક છે. ઇલોરાનું કૈલાસ મંદિર સૌથી વધારે અદ્દભૂત છે. ચોલ રાજા નરેદ્ર નહેર પણ બંધાવી હતી. તે વખતનો એક પ્રવાસી, અલબરૂની ૧૦૦ વર્ષ પછી ગયા. તે એ નહેર જઈને ખૂબ જ પ્રભાવિત થયે હતો.
ભારતની સંસ્કૃતિને દક્ષિણે જે મહાન પુરુષ આપો તે હતા આદ્ય શંકરાચાર્ય. આઠમી સદીમાં તેમણે હિંદુધર્મને પુનરૂદ્ધાર શૈવમત તરીકે કર્યો. તેમણે બૌદ્ધ ધર્મ સામે તાર્કિક મોરચા માંડ્યા. તેમણે હિંદુ ધર્મમાં સંઘ જેવી સંન્યાસી સંસ્થા સ્થાપી. હિંદના ચાર ખૂણે સંન્યાસીઓના સંઘના ચાર કેન્દ્રો તેમણે સ્થાપ્યાં. તેઓ આખા હિંદમાં ફર્યા અને શાસ્ત્રર્થ કરીને તેમણે બધાને જીતી લીધા. શંકરાચાર્યના વાદવિવાદે, તર્કો અને ભાળ્યોથી આખા હિંદમાં નવીન જાગૃતિ આવી ગઈ તેથી કરીને રાજ્યવ્યવસ્થામાં તેમની રાજા ઉપર છાપ જરૂર
પડી પણ લોકજાગૃતિ કે લોકસેવકે સાથે કામ કરવું જોઈતું હતું, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com