________________
બધી બાબતે જોતાં એવું તારણ નીકળે છે કે ચંદ્રગુપ્તના સામ્રાજ્યમાં રાજયવ્યવસ્થા, લોકવ્યવસ્થા અને ધર્મવ્યવસ્થા ત્રણે સારી હતી. તેમાં મુખ્ય પ્રેરણા ચાણકય જેવા બ્રાહ્મણની હતી અને માર્ગદર્શન સાધુ-સંનેનું હતું. ભારતમાં સર્વપ્રથમ ઈતિહાસને પાને વિધિસરનું સ્થપાયેલું મૌર્ય સામ્રાજ્ય આજથી લગભગ ૨૨૦૦ વર્ષ પૂર્વે ચંદ્રગુપ્ત સ્થાપ્યું હતું. ત્યારપછી બીજા રાજ્યોને ઉદય થયો તે અંગે હવે પછી વિચાર કરશે.
ચર્ચા-વિચારણું [ શ્રી માટલિયાની ૨–૭-૬૨ની ચર્ચાને મુદ્દો આજની ચર્ચા સાથે સબગ બેસનો હેઈને તેને સળગરૂપે અહીં રજુ કરવામાં આવેલ છે. સં]
શ્રી માટલિયાએ ચર્ચા પ્રારંભ કરતાં કહ્યું “ઈતિહાસનાં અનેક પાસાં પૈકીનાં સંસ્કૃતિના વિકાસની દષ્ટિએ ચાર પાસાં ચર્ચીશું તે આપણું કાર્ય સારી રહેશે :-(૧) પ્રકૃતિ અને પ્રાકૃતિક સંશોધન (૨) સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વિકાસ, (૩) વિભૂતિ અને સમાજ-પરિવર્તન અને (૪) શહીદી અને સ્થિતિ પરિવર્તન.
પ્રકૃતિમાં હું મનુષ્યતર પ્રાણી સૃષ્ટિ અને ઈતર સંપત્તિ લઉ છું. નાગમની દષ્ટિએ જોઈએ તો કાળના છ આરા ગયા છે. તેમાં ઉત્સવિણમાં ક્રમશઃ દુઃખ ઘટે છે અને સુખ વધે છે, એમ માનવામાં આવે છે. અવસર્પિણ કાળમાં પ્રથમ આરાને સુખમ સુખમ કહ્યો છે. વનફળ, વનસ્પતિ, સદાષ્ટિ વગેરે સુખના સાધનોની અનુકૂળતા હોય છે અને પતિ પત્નિી જન્મ સાથે અને મને પણ સાથે એટલે કે વિયોગનું દુઃખ નહીં. જેમાં દુઃખ નહીં ત્યાં સાથે મળીને તે પુરપાઈ ન થાય; એટલે સમાજરચના કે તીરચના ન થાય. માણસની શ્રદ્ધા વધે એટલે લોકો સરળ હદયના હોય. બીજા આરામાં સુખનાં સાધન ઓઈ પણ સગવડ નહીં એટલે કેવળ “સુખમ” ગણવામાં આવ્યો છે. પછી ત્રીજા આરામાં થોડા દુખનો અનુભવ થાવ, મત્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com