________________
૩૦
અકસ્માતો થાય. ત્રીજા આરાને એટલે દુખમ્ સુખમ્ કહ્યો કે દુઃખ થેંડું પણ સુખ વધારે. તેના અંતમાં વ્યક્તિગત પુરૂષાર્થ શરૂ થાય છે. ચોથા આરામાં દુઃખ વધે અને પુરુષાર્થ સામુદાયિક રૂપે વધે. જેથી તેને સુખમ દુખમ્ કહ્યો. પાંચમા આરામાં દુઃખ વધે એટલે તેને દુઃખમ ગણ્યો અને ભારત અને ઐવિત ક્ષેત્રમાં ચોથા આરામાં તીર્થરસના થાય છે અને પાંચમાના પ્રારંભમાં પૂરી થાય છે, પણ અન્ય મહાવિદેહ ક્ષેત્રમાં ૬ આરામાં પણ તીર્થરચના હેય છે. બુદ્ધિ અને શ્રદ્ધાની સમતુલના ચોથા આરામાં જ પૂરી થાય છે. પાંચમા આરાનો પ્રારંભ થતાં અહંવ વધે અને છઠ્ઠો આરો પૂરો થતાં તેની પ્રધાનતા વધતાં લેકે અંદરો-અંદર લડે અને વિશ્વવ્યાપી સંગઠન થાય નહીં. આ થઈ જૈન આગમોની કાળની દષ્ટિએ વાત.
ક્ષેત્રની દૃષ્ટિએ જોવા જઈએ તે વિષુવવૃત્તમાં સંસ્કૃતિ ખીલતી નથી; તેમ ઇતિહાસકારે કહે છે, જેમકે (૧) આફ્રિકામાં કેગે વગેરે ભાગ, તેમજ બ્રાઝિલને દક્ષિણ અમેરિકાને ભાગ વધારે (૨) રણના પ્રદેશમાં સંસ્કૃતિ ખીલતી નથી. અલબત્ત રણના કાંઠાના લોકો વેપાર કરે ખરા. ભૂમધ્ય રેખાનો આખો પટ્ટો લગભગ રણ પ્રદેશ છે. (૩) બરફના રણમાં સંસ્કૃતિ ખીલતી નથી. જેમકે બને ધ્રુવ પ્રદેશ છે. (૪) પહાડોમાં પણ સંસ્કૃતિને વિકાસ અલ્પ થાય છે. ક્ષેત્રની દષ્ટિએ ઇતિહાસને જેનાર તેના દશ ભાગ પાડે છે. તેમાં ઉપરનાં ચાર સિવાય પાણી અને જંગલે પણ આવે છે. આમ કુલ્લે બાકીના ચારેક ક્ષેત્રો જ સંસ્કૃતિને લાયક ગણાયાં છે.
તે છતાં પ્રાકૃતિક સંશોધનોએ આ કથનમાં મોટો ફેરફાર કરી નાખે છે. દા. ત. જાવા, સુમાત્રા, વિષુવવૃત્તની પટ્ટી ઉપર હેવા છતાં પ્રાકૃતિક સંશોધનના કારણે લોકો ત્યાં જઈને વસ્યા અને તેમણે સુખ સમૃદ્ધિ વધારવા સાથે સંસ્કૃતિ ખીલવી છે. કોઈ કાળે જાવા ન જઈ શકાય એવો ખ્યાલ ને, હવે “જાવા – સિંગાપુર જાઓ અને માલામાલ થઈ આવો.” એ વાત પ્રચલિત છે. હવે તે ત્યાં કાયમી વસવાટ અને સંસ્કૃતિનો વિકાસ થઈ રહ્યો છે.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com