________________
સામ્રાજ્યમાં ઘણું નહેર હતી. તેની સંભાળનું એક ખાતુ હતું. વળી બંદરે, પુલ, એક સ્થળેથી બીજે સ્થળે સફર કરતી હજારે હેડીઓ તથા વહાણે ઉપર દેખરેખ રાખવા માટે એક નૌકા ખાતું હતું. તે વખતે વહાણે દરિયો ઓળંગીને બ્રહ્મદેશ અને ચીન સુધી જતાં હતાં.
ચંદ્રગુપ્તના સામ્રાજ્યને રસિક અહેવાલ સેલ્યુકસના એલચી મેગેસ્થનીને લખ્યો છે. પણ તેનાથી વિશેષ રસિક અને વિગતવાર ચંદ્રગુપ્તના રાજ્યતંત્રનું વર્ણન આપણને ચાણકયે લખેલ કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં મળે છે. તેમાં રાજાનો ધર્મ, પ્રધાન અને સલાહકારનું કર્તવ્ય, રાજયપરિષદ, રાજ્યનાં જુદાં જુદાં ખાતાં, વેપાર રોજગાર, ખેતી, કાંતણ, વણાટ, કારીગરી, ગ્રામ્ય શાસન, ન્યાય અને કાયદો તેમ જ અદાલતા, સામાજિક રીતિ રિવાજે, લગ્ન, છૂટાછેડા, કરસુધરાઈ અને નગરવ્યવસ્થા, લશ્કર, નૌસેનિક, યુદ્ધ, સુલેહ, રાજનીતિ, બંદરની વ્યવસ્થા, તેમ જ પરવાને (Passport)નું પૂબ ઊંડાણથી નિરુપણ કરવામાં આવ્યું છે.
આમ ચંદ્રગુપ્તના સામ્રાજ્યને સુદઢ કરવામાં ચાણક્ય જેવા બ્રાહ્મણેની પ્રેરણા અને માર્ગદર્શન મુખ્યત્વે ગણાવી શકાય. તો સુશાસન માટેનું માર્ગદર્શન તે વખતના જૈન-બૌદ્ધ અને વૈદિક સાધુ-સંન્યાસીઓ પાસેથી પણ તેને મળતું. ચાણકય જાગૃતપ્રેરક હતા તેથી ચંદ્રગુપ્તના રાજ્યમાં પ્રજા શાંતિથી રહી શકી; બહારનાં આક્રમણો ન થયાં તેની પાછળનું પણ એક કારણ એ હતું કે રાજાઓ ઉપર પ્રજાને અંકુશ હતો. રાજાને આપખુદ સત્તા ન હતી. રાજાને સત્તા લેતી વખતે પ્રતિજ્ઞા લેવી પડતી કે “જે હું તમને પીડું તો સ્વર્ગરહિત, જીવનરહિત અને સંતાન-રહિત થાઉં !” પ્રજાનું સુખ એ મારું સુખ; પ્રજાની શાંતિ તે મારી શાંતિ” એ સૂત્ર રાજાની સામે હતું. દુરાચારી, દુષ્ટ કે અન્યાયી રાજા ટકી શકતો નહીં. કારણ કે પ્રજા તેને પદભ્રષ્ટ કરી શકતી. આવી પ્રજા રાજા માટે મરી ફીટે તેમાં નવાઈ નથી.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com