________________
૧૪.
પણ, આર્યોનું લોકશાસન તેમના સુધી જ મર્યાદિત હતું. એમના ગુલામ કે એમણે હલકી જાતિમાં ગણેલા લોકો માટે સ્વતંત્રતા ન હતી. તેમને કોઈ અવાજ ન હતા. તેમને શાસ્ત્રજ્ઞાન કે મુક્તિને અધિકાર ન હતે. શાસક મોટા ભાગે ક્ષત્રિય જ રહેતો. તે વખતે આજની જેમ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિઓ ન હતી. કેવળ ચાર વિભાગો ધંધાની દષ્ટિએ પ્રજાના કરવામાં આવતા. બ્રાહ્મણો એટલે ભણેલાગણેલા વિદ્વાને, પુરોહિત અને શિક્ષકે, ક્ષત્રિય એટલે શાસન કરનાર કે ન્યાયની રક્ષા કરનાર; વૈશ્ય એટલે વ્યાપાર કરનાર અને શુદ્ર એટલે સમાજમાં મહેનત મજૂરીનું કામ કરનાર. આમ આ ચારેય વર્ણ સમાજની ઉન્નતિ માટે રચાયેલા હતા. આર્ય લોકો અભિમાની તો હતા જ એટલે ઇતર જાતિઓને તુચ્છ જોવાની કે ગુલામ અથવા પરાજિત લોકોને દબાયેલા રાખવાની બાબત બની હોવાનું સંભવ છે.
આર્યોમાં ઠેઠ ભગવાન મહાવીર અને બુદ્ધના કાળ સુધી દાસદાસીના ખરીદ-વેચાણની પ્રથા હતી. ઉત્તરાધ્યયન સૂત્રમાં એવો ઉલ્લેખ મળે છે કે પશુ અને દાસ વેચાતા મળતા. સતી ચંદનબાળા જે રાજકુમારી હતી તે પણ ઊભી બજારે દાસી તરીકે વેચાઈ હતી તેને ઉલેખ મળે છે. પણ તે લોકો સાથે કરતાને વહેવાર કરવામાં આવતું ન હતું અને તેમને કુટુંબના એક સભ્ય તરીકે ગણવામાં આવતા તે ચક્કસ છે. તે છતાં આર્યલોકેની સમાજ વ્યવસ્થાની એક મેટી ખામી એ હતી કે તેમણે શ્રમ કરનાર વર્ગને દબાવી રાખ્યો અને લોકશાસનમાં તેમને કશો હિસ્સ આપો નહીં.
ધીમે-ધીમે વર્ણવ્યવસ્થા વિખેરાતી ચાલી. બ્રાહ્મણે લેભી થઈ ગયા. ક્ષત્રિયો જાતે જ અત્યાચારી અને અન્યાયી થઇ ગયા. વૈશ્ય સ્વાર્થમાં ઊતરી પડ્યા અને શૂદ્રોને બધી રીતે ઉતારી પાડવામાં આવ્યા. પરિણામે વર્ણવ્યવસ્થા પડી ભાંગી. આર્યોનું ખમીર ઊતરી ગયું. વર્ણ વ્યવસ્થા જડ બનતી ગઈ અનેક વર્ષે અને તેની અનેક પેટા જાતિઓ થઈ ગઈ. એક અમેરિકન યાત્રીએ લખ્યું છે કે “ભારતમાં ૪ હજાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com