________________
૨૩૮
-
કોણ કેટલું આપશે, કેટલા પૈસા ભેગા થશે તે કોણ જાણતું ? તે છતાં
એ લોકો પિતાની કળાને બધાને ખુલ્લા દિલથી બતાવવાની પિતાની ફરજ સમજતા.
કેટલાક કળાકારે એવા થયા કે તેમણે સમાજ આજીવિકા આપે કે ન આપે તેની ચિંતા કરી નહીં અને પોતાની કળા સમાજને ચરણે ધરી. અજટા, ઈલેરા વ.ની ગુફાઓમાં જે કળાકારી છે તે કંઈ એક દિવસમાં નથી થઈ. તે કળાકારની પ્રબળ કળા-ભાવનાના કારણે હિદમાં ઠેરઠેર પથરાઈ ગઈ. આ બધાં મંદિરે એક દિવસમાં જાદુથી નથી બની ગયાં. જગન્નાથપુરી જેવાં મંદિરોમાં એકી સાથે ૫૦ હજારથી ૬૦ હજાર માણસ ભજન અને ભોજન કરી શકતાં. સંપત્તિને આ રીતે સાર્વજનિક ઉપયોગ થયો જેથી ગરીબમાં ગરીબ માણસને સ્વાદપ્તિ કરી શકે. થાળમાં ૧૦૦ વસ્તુઓ હોય-એટલી જ મળે અગર તે પૂરી ન મળે છતાં તેની વાનગી તો મળે જ! લાંબે ગાળે આ પદ્ધતિમાં દેષ પેઠે. ઇજારા પદ્ધતિ શરૂ થઈ. શેઠીયાએ જ ખરીદીને ખાઈ શકતા. આ દોષ પાયાને નથી એટલે સુધારી શકાય.
સાર્વજનિક સંસ્થાઓ અને ધર્મ સંસ્થાઓ પૈકી દરેક ધર્મની સંસ્થાઓએ–વૈદિક, મુસ્લિમ, જૈન, બૌદ્ધ વગેરેની સંસ્થાઓએ ધર્મશાળા, ધર્મસ્થાપક, સમાજનાં મકાને; અનાથશાળાઓ, ગૌશાળાઓ, પરબ, અન્નક્ષેત્રે વગેરે સમય સમય પ્રમાણે ઊભાં કર્યા છે. એટલે અહીં અર્થ પુરૂષાર્થની ઉપર ધર્મને અંકુશ રહ્યો છે. યુરેપનું અર્થશાસ્ત્ર અને અર્થનીતિ
ત્યારે યુરોપમાં અર્થવ્યવસ્થા જુદી રીતે વિકસી છે. ત્યાં Ecaoકે એટલે ઘર અને Nomic અટલે અર્થશાસ્ત્ર-ઘરનું અર્થશાસ્ત્ર તે અર્થશાસ્ત્ર ગણાયું. ત્યાં ઘરના–વ્યક્તિના અર્થશાસ્ત્રમાંથી અર્થનીતિ વિકસી છે.
| સર્વપ્રથમ વ્યક્તિગત પાયા ઉપર અર્થશાસ્ત્ર રચાયું. પછી વ્યાપારિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com