________________
૨૩૭
ભાવના રાખવાનું સૂચન કર્યું છે. આમાં અર્થનું પિતાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. સંપત્તિ ઉત્પન્ન જ ન કરવી એવું ક્યાંયે બતાવવામાં આવ્યું નથી. સંપત્તિ કમાવી; ત્યાગવી અને ઉપભોગવી એ કેવી રીતે ?
વસ્તુપાલ, તેજપાલે, વિમળશાહે, ભામાશાહે સંપત્તિ પેદા કરી પણ એમને યે બંગલે છે? તેઓ આજે હયાત નથી પણ વસ્તુપાલ હેત તે તેમને બંગલાને વિચાર મહત્ત્વને ન લાગ્યા હતા. તેમજ તે ધારત તે એ જમાનામાં પચાસેક બંગલા સરળતાએ બંધાવી શક્ત. પણ તેમણે પિતાના ધનનો ઉપયોગ સ્થાપત્યોમાં અને સંસ્કૃતિરક્ષક સ્થળોમાં કર્યો. સૌને માટે મંદિર અને કળાકારી ખુલ્લી મુકાઈ. પોતે ભોગવી શકે તેના બદલે સા ભોગવી શકે તેવી સ્થિતિ સર્જી સાથે સાથે મંદિર વગેમાં ઉપાસના કરી સૌ વીતરાગ સાથે તાદામ્ય સાધી શકે એવી જોગવાઈ ઊભી કરી. તે વખતના કેટલાક સંપત્તિમાની પાસે સંપત્તિ આવી ત્યારે થોડોક આરામ લીધે પણ સાથે તેમણે પિતાનાં માલ-મિલકત-મકાન સૌનાં સહિયારાં માન્યાં. તેમણે ધર્મશાળાઓ બંધાવી. કેટલાકને થયું કે હું ભોજનથી પ્તિ કરીશ પણ સાથે સાથે, બધાને એવા જ સ્વાદની તૃપ્તિ થાય અને વધારે પૈસા ખર્ચવા ન પડે અને તેઓ પણ પ્રસાદ પામે-આવી ભાવનાથી નાથદ્વારા, કાંકરોલી, જગન્નાથપુરી વગેરે ભગવન્મદિરોમાં પ્રસાદ મળવાની જોગવાઈ કરવામાં આવી. તે સાથે સહુ કઇ ભાગ લઈ શકે તેવી કળાઓને પણ તેમણે વિકાસ કર્યો.
આજે તે જેની પાસે વધારે પૈસા હોય તે તાજમહેલ હટલમાં જઈને સ્વાદ માણી શકે. સિનેમા-નાટકધરોમાં પૈસા ખર્ચીને નૃત્ય-નાટક સંગીતને આનંદ માણી શકે; પણ તે કાળે એવી કળાઓની ગોઠવણી મંદિરની સાથે, ભજન, કીર્તન, નર્તન અને સંગીત વગેરે રૂપે કરવામાં આવી. આમાં પૈસાને પ્રશ્ન ન હતો પણ જેને રસ હોય તે જોઈ શકતું. આ સમારોહ પસા માટે થતા નહી. રામલીલા, કૃષ્ણલીલા વગેર ચકકસ આમ વગર દેખાડવામાં આવતી તેમાં અમીગરીબ આાવી શક્તા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com