________________
જનજીવનમાં ઘણું સ્થળે થતા જોવામાં આવે છે. આ પ્રકારોમાં પણ પ્રાંત અને પ્રદેશની પરિસ્થિતિની ભિન્નતાના કારણે અભિપ્રાયમાં અંતર પડે છે. તેથી ઘણાને એમ લાગે છે કે સત્ય અને અહિંસાના પ્રયોગો કરનારી સંસ્થાઓ એક થઈ જ ન શકે. તેથી રાજકીયક્ષેત્ર અને કલ્યાણ રાજની જેમ મીમાંસા કરાય છે તેમ જુદા જુદા પ્રગાની મીમાંસા થવી જોઈએ. આજે આ બધા પ્રયોગકારોને સાંકળવા જોઈએ. તે માટે અનુબંધ વિચારધારા એ સાંકળવાનું કામ સિદ્ધાંત અને નીતિની દૃષ્ટિએ કરે છે. એટલે જ્યાં મૂળ સિદ્ધાંતમાં બાધ ન આવતા હોય ત્યાં વિશ્વમાં ક્યાંયે પણ ઘેડે ફેરફાર જણાય તે બાંધછોડ કરવાની ઉદારતા રાખવી જોઈએ. સહુએ પોતાના પ્રયોગોની વિશેષતા છોડવાની નથી પણ દરેકે એકબીજા સાથે મળવું જોઈએ. અનુબંધ વિચાર ધારાનું મુખ્ય રહસ્ય આ જ છે. દરેક અહિંસક પ્રયોગકારોને પરસ્પર “આપલેની તક આપવી જોઈએ. સત્ય અને અહિંસાના પ્રયોગો રાજકીય તેમ જ આર્થિક ક્ષેત્રમાં સહુ ભેગા મળીને કરશે તે રાજકીય સંસ્થા ઉપર પ્રભાવ પાડી શકાશે, એમાં શંકા નથી. ભારતીય સંસ્કૃતિ અને અર્થનીતિ
હવે આર્થિક ક્ષેત્રના પ્રવાહે વિષે વિચારીએ. આપણી સંસ્કૃતિને પાય શું છે. તે અંગે જણાવવામાં આવ્યું છે –
तेन त्यक्तेन भुजीथा :
–તું ત્યાગ કર અને ભોગવ. આપણે ત્યાં જીવનમાં અર્થ અંગે આ પ્રમાણે દષ્ટિ રહી છે કે –
कुर्वन्नेवेह कर्माणि जीजी विषेच्छतं समा : -કર્મ કરતો કરત સે વર્ષ સુધી જીવવાની ઇચ્છા રાખે. વેદમાં પણ જો એ ધર્મદ્રઃ ચન્દ્ર” ધનની પાછળ ધર્મબુદ્ધિ રહે એવી મંગલકામના મહાભારતમાં કહી છે. “ધ વાન” એમ કહીને જીવનની પ્રવૃત્તિઓમાં પણ અર્થ કામની સાથે ધર્મની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com