________________
જ ભગળ, નિજ સમાજરચના ,
કરણની આ
૧૫. વિશ્વદર્શન અને અર્થનીતિ અર્થનીતિના પ્રવાહો [શ્રી દુલેરાય માટલિયા
વિશ્વદર્શનની ચર્ચા આપણે ધર્મમય સમાજરચના માટે કરીએ છીએ. તેમાં ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, રાજકારણના ક્રમમાં અર્થકારણની આજે ચર્ચાવિચારણા કરવાની છે. ઘણાને એમ થશે કે ધમ સાથે અર્થકારણ કે રાજકારણને શું લાગેવળગે? આ પશ્ચિમમાંથી આવેલ વિચાર છે. પણ પૂર્વના વિચારકો એમ માને છે કે એ બને ક્ષેત્રમાં ધર્મ રહી શકે છે. અહીં આ બન્ને ક્ષેત્રમાં ધર્મને સંબંધ રહ્યો જ હતો અને રહેવું જોઈએ એમ વિચારકો માને છે.
વચગાળામાં પશ્ચિમમાં જે રાજ્યક્રાંતિ, ધર્મકાંતિ તેમ જ ઔદ્યોગિક ક્રાંતિ થઈ તેના કારણે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રવાહે જે વળાંક લીધે છે તેની વિશ્વ ઉપર મોટી અસર પડી છે. તે લોકો એમ માને છે કે સત્ય અને અહિંસાને ને ધર્મને રાજકારણ અને અર્થકારણ સાથે કઈ સંબંધ નથી, આની પાછળ તેમને કડવો અનુભવ છે અને ત્યાંની પરિસ્થિતિ પણ છે. જો કે અંતે તે તેને એક યા બીજી રીતે ધર્મ તરફ વળવું જ પડે છે. લાખે-કરોડોનાં વિદેશનાં શિક્ષણ દ્રસ્ટે તે અંગે સ્પષ્ટ સૂચન કરે છે. આજે અવિકસિત દેશને વિકાસ માટે સહાય કરવા આગળ આવવું, એ પણ ધર્મ-બુદ્ધિ વગર સંભવે નહી. જો કે એ લેક સીધી રીતે અનાત અને રાજનીતિ સાથે ધર્મને જેતા નથી પણ શબ્દ કરતાં ભાવ અને ક્રિયાનું મહત્વ વધારે છે. અને વિશ્વના સંદર્ભમાં ધડાતી સહાયતા યોજના, વિકાસ યોજના, જ્ઞાનવિજ્ઞાન પરિવધન જનાએ એક રીતે ઊંડે ઊંડે રહેલી ધાર્મિક વૃત્તિને જ આભારી છે.
- પશ્ચિમની જેમ આપણે ત્યાં પણ ઘણા લોકો કહે છે કે ધર્મ ને રાજકારણ કે અર્થકારણ સાથે કોઈ સંબંધ નથી; તે છતાં ભારતમાં ધર્મ, જીવનમાં એ રીતે વણાઈ ગયો છે કે, સત્ય, અહિંસાના પ્રયોગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com