________________
જે વિચારસરણી આવી તે સંસ્કૃતિ કહેવાઈ. સંસ્કૃતિને તે એક અલગ વિષય રૂપે ચર્ચાએ જ છીએ! આપણને પૂર્વજોએ જે મૂડી આપી છે તે આ સંસ્કૃતિની છે. હવે એ મૂડીમાં જે કંઈ વિકૃતિ આવી છે તેને દૂર કરવાની છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય તે જેવાનું છે. માણસ બીજી જાતિઓને તાબે રાખીને જીવ્યા. તેમાંથી વિગ્રહ ઉત્પન્ન થયા એનો પણ ઈતિહાસ છે અને આપણે ત્યાં રામાયણમાં છે કે રામ લંકાવિજય કે કિષિકધાવિજય પછી ત્યાંનું રાજય ત્યાંના જ માણસને સોંપે છે તે પણ છે. આમાંથી માણસના સહઅસ્તિત્વને સિદ્ધાંત મળે છે. જેને દરેક ધર્મ જુદી જુદી રીતે રજૂ કર્યો છે.
મૂળ ધર્મ પ્રવર્તક એશિયામાં થયા તે અલગ અલગ ફેલાયા, એવી જ રીતે પ્રજાઓ પણ એશિયામાંથી દુનિયાના અલગ-અલગ ભાગોમાં ગઈ. સમુદ્રનાં માં ફરી વળે છે તેમ દુનિયાના જુદા જુદા ભાગોમાં તે ફરી વળી છે. જૈન, બૌદ્ધ અને વૈદિક એ ત્રણે ધર્મો તે હિંદમાં પેદા થયા છે; ઈસાઈ, પારસી અને ઈસ્લામ એ ધર્મો પણ એશિયામાં પેદા થયા છે; અને તે ચીન-પાન, યુરોપ સુધી ફેલાયા છે. ચીનમાં કયુશીયમ પેદા થયા. આમ એશિયા સંસ્કૃતિનું મુખ્ય ઉદ્દગમ સ્થાન બની ગયું છે. યુરોપના લોકો કહે છે કે અમે બધાને સભ્યતા-સંસ્કૃતિ શીખવાડ્યાં છે, પણ હડપ્પા વગેરેને જોતાં સરકૃતિનું ઉદગમ સ્થાન ભારત હતું તે માનવું પડે છે. મિશ્ર અને ગ્રીસની સંસ્કૃતિના અવશેષો મળતા નથી તેમ જ એ સંસ્કૃતિ આ જ સુધી ટકી શકી નથી. એ જ બતાવે છે કે જેમાં ટકી રહેવાની શક્તિ ન ડેય તે સંસ્કૃતિ ન બની શકે
પ્રોક સંસ્કૃતિનું જે વર્ણન મળે છે તે પ્રમાણે ત્યાં નાનાં-નાનાં રાજ હતાં અને તેમાં અમીર-ઉમરાવો કે જમીનદારોનું વર્ચસ્વ રહેતું. સામાન્ય પ્રજાને કરિયાદ કરવી ઢોય તે તે કોઈ અમીરને રખીને જ કરી શકતી સ્ત્રી એ પણ ગુલામ કરવાની અને વેચવામાં આવતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com