________________
છીએ. અગ્નિને પણ દેવ માનીએ છીએ. અનેક પશુ–પ્રાણીઓને પણ દેવ માની પૂજીએ છીએ. ટુંકમાં આપણે સંબંધ ચેતન સાથે રહ્યો છે. આ સંબંધમાંથી પરસ્પર કેવી રીતે વિકાસ સધાય, એ બતાવે એજ ખરે ઈતિહાસ છે.
ઘણા લોકો કહે છે કે બધી પ્રજા એક નથી. ઘણી જાતની ભિન્નતા છે; પરંતુ જરા ઝીણવટથી જોઈશું તે લાગશે કે ધારીએ છીએ તેટલી ભિન્નતા નથી. હવે તે પરદેશના સંબંધે પણ ખૂબ જ વધી ગયા છે. વિષમતા ઓછી થઇ રહી છે અને સામ્યતા વધતી જાય છે. વાતાવરણની દષ્ટિએ કદાચ શરદી-ગરમીમાં ફેરફાર હશે; પણ, માનવ સંસ્કૃતિની દૃષ્ટિએ બધા એકજ છીએ. આ બધું ઈતિહાસથી જાણવા મળે છે.
દુનિયામાં જુદી જુદી જાતિના લોકો છે તેઓ રંગે અને સ્વભાવે કદાચ થોડાક અલગ હશે પણ પશુ-પ્રાણીઓમાં બહુ ભિન્નતા નથી. ચાર્લ્સ ડાર્વિને કહ્યું છે:-“માનવના પૂર્વજે વાનર હતા તેમાંથી તેણે પિતાને વિકાસ સાથે છે, તે આગળ વધે છે!”
આપણે ભૌતિક સિદ્ધિ પ્રાપ્ત કરવાની નથી પણ પ્રાણી માત્ર સાથે એક વાકયતા કેવી રીતે કેળવીએ તે જોવાનું છે. આદિકાળને ઇતિહાસ જોઈએ તે તે વખતે માણસો ખૂબ પરિશ્રમ વેઠતા; તેમને જીવ-જંતુઓને ત્રાસ ઘણે હતો. એટલે પોતાના જીવનને ટકાવવા માટે તેમને પ્રાણીઓ સાથે યુદ્ધ કરવું પડતું હશે; પણ પછી તે તેમણે પ્રાણુઓને ઉપયોગી બનાવી દીધાં.
માનવે સભ્યતા કેળવી. સભ્યતા એટલે માનવસમાજના સભ્યની રીતે જીવવું. એક જ પ્રકારને આચાર, વિચાર કે ખાનપાનને વહેવાર તે સભ્યતા કહેવાઈ. સાથે જ તેને અર્થ એ પણ થયો કે તેને અન્ય પ્રાણુ સાથે વહેવાર પણ સારે રહેવું જોઈએ. તે પ્રમાણે તેણે ગાય, ભેંસ, બકરી, ઊંટ, ઘોડા, હાથી બધાને ઉપયોગ કર્યો. આ સામાન્ય બાબતોમાંથી જેવું મંથન થતું ગયું અને જીવનવિકાસ માટેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com