________________
૨૨૮
કાંગ્રેસમાં, કોગ્રેસ સમાજવાદી પક્ષ રૂપે બીજે પક્ષ નહોવો જોઈએ !” પણ અંતે મતભેદ થતાં તેમણે ન પક્ષ સ્થાપ્યો. સમાજવાદી પક્ષમાં મુખ્ય પ્રમુખ વ્યક્તિ તરીકે જયપ્રકાશ નારાયણ છે. તેઓ કદિક ભૂદાનમાં જઈને સેવાની વાત કરે છે તે કદિ પાછા સક્રિય રાજનીતિમાં ઝંપલાવે છે. જયપ્રકાશજી પહેલાં કોંગ્રેસમાં હતા. સ્વરાજ્ય મળ્યા બાદ તેમની સરદાર પટેલ સાથે વાત થઈ અને તેમનામાં પૂર્વગ્રહ બંધાયે કે પટેલ તો બિસ્માર્ક બનવા ઈચ્છે છે. તેવામાં રિયાસત-રજવાડાઓનું એકીકરણ થતાં તેમની શંકા વધારે દૃઢ થઈ. તે અરસામાં નોકરીયાત વર્ગના હિતોની રક્ષા જળવાઈ; તે માટે મીલમાલિક અને ઉદ્યોગપતિઓને સરદારે તેડાવ્યા. જયપ્રકાશજીએ ઊંધો અર્થ કાઢયો કે કેગ્રેસ મૂડીવાદી સંસ્થા બનવાની છે. તેમની આ અધીરાઇમાં તેમણે ઉતાવળે સમાજવાદી પક્ષ ઊભો કર્યો. પણ તેનું ઘડતર ન થયું. અરૂણા અસફઅલી ક્રાંતિકારી સમાજવાદી પક્ષ રચવા છૂટા પડયાં અને અંતે હમણું કોંગ્રેસમાં જોડાયા. લોહિયાને પણ અલગ પક્ષ હવે જોઈએ એમ લાગ્યું અને તેમણે ન પક્ષ ઊભો કર્યો પણ આમાંથી કોઈનું લોકશાહી ઢબે ઘડતર થવા પામ્યું નથી. એટલે તે લેકેમાં અસંતોષ ફેલાવવા સિવાય કંઈ કરી શકે એમ લાગતું નથી.
એની વિરૂદ્ધમાં કોંગ્રેસમાં શું થયું? એ અગાઉનેકરી મેળવવાની સંસ્થા રૂપે ગણુઈ તો તેમાં ઘણા નેકરિયાત વર્ગના માણસો આવ્યા. પછી તેની પ્રતિષ્ઠા વધતાં-પ્રતિષ્ઠા માટે લોકો તેમાં દાખલ થયા. ધીમે ધીમે નેતાગીરી કે વર્ચસ્વ માટે વકીલે, ડોકટરો અને શિક્ષિત સમાજ એમાં દાખલ થયો. તેમાં એનીબેસ. હોમરૂલ વડે સ્વરાજ્ય અને સ્વદેશીની ચળવળ લાવ્યા. તિલક અને ગોખલેએ તેને સેવકોની સંસ્થા બનાવી; ગાંધીજીએ તેને દેશની સમૂળી ક્રાંતિનું વાહન બનાવ્યું
જ કામરાજ યોજના આવ્યા પછી અને ભુવનેશ્વરમાં કોંગ્રેસ અધિવેશન થયા બાદ અશોક મહેતાને માનનારે સમાજવાદી વર્ગ કોંગ્રેસમાં ભળે છે તે શુભચિન્હ છે.–સંપાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com