________________
અને લોકોને સંગઠિત ક્રાંતિ માટે તૈયાર કર્યા. તેમની પાસે જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, રાજેન્દ્રબાબુ જેવા કાર્યકરો ઉપરાંત ઉચ્ચ કોટિની બલિદાનની ભાવનાવાળા લાકે આવ્યા. ૧૯૩૧ થી ૫. જવાહરલાલ ને, ગાંધીજી બાદ તરી આવવા લાગ્યા. લોકશાહી અને સમાજવાદને પાયો સ્વરાજ્ય પહેલાં ગાંધીજીએ અને સ્વરાજ્ય બાદ જવાહરલાલ નેહરુએ નાખીને કોંગ્રેસને તે રીતે ઘડી. તેઓ સમાજવાદમાં માનતા હતા. પણ ઉતાવળે પગલે કંઈ પણ કરવા માંગતા ન હતા. એટલે ઠેઠ ૧૯૫૩માં તેમણે સમાજવાદ લાવવા માટેને ઠરાવ આવડી અધિવેશનમાં મંજૂર કરાવ્યું. તેમણે ખંત અને ધીરજથી, વિચારોના મતભેદ હોવા છતાં, કોંગ્રેસમાં ટકીને અને કોંગ્રેસી મોવડી મંડળ પાસે એ ઠરાવ મંજૂર કરાવ્યું. તેમણે ધીમે-ધીમે એ પરિવર્તન આવ્યું અને તેની સાથે તેમણે તેની સાતત્ય રક્ષા પણ જાળવી.
ત્યારે, સમાજવાદી પક્ષ નાના નાના પક્ષમાં વહેચાઈ ગયો. ત્યાં નેતા મળ્યા-પણ નીચેના લોકોને તેઓ ઘડી ન શક્યા; પરિણામે દરેક નેતાના વિચાર સ્વતંત્ર થઈને અથડાયા. હમણું હમણાં તો અશોક મહેતાને અનુસરનારે પક્ષ કોંગ્રેસમાં ભળી ગયા છે, અને જયપ્રકાશજીને હવે લાગે છે કે તેઓ કોંગ્રેસમાં રહીને સમાજવાદનું જેટલું કાર્ય કરી શકયા હેત, તેટલું અલગ રહીને કરી શક્યા નથી.
–સંપાદક સત્તાના મહને દૂર કરી સત્તાનું વિકેન્દ્રીકરણ કરી શકે છે. તેની આંતરરાષ્ટ્રિય નીતિમાં થોડે અંશે ક્ષતિ ભલે લાગે! છતાં તે સાચી અને સ્પષ્ટ છે અને તેને પ્રતિષ્ઠા મળેલી છે. એટલે કેમવાદ, મૂડીવાદ, સમાજવાદ વગેરે પક્ષે કરતાં તે વધારે ઘડાયેલો સબળ અને સંગઠિત પક્ષ છે. માત્ર એને પક્ષ-શુદ્ધિની જરૂર છે. તે ગાંધીએકમો (પૂરક પ્રેરક બળો) દ્વારા થવી જોઈએ; નહીંતર તે જાતે પણ જાગૃત થઈને આતનિરીક્ષણ વડે શુહ સંગઠિત બળરૂપે જોર આગળ વધશે. પણ તેથી અંદર અને બહાર દેશ અને દુનિયામાં કામ કરનારી પ્રભાવશાળી રાજયસંસ્થા બની નહીં શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com