________________
૨૨૬
આ તરફ મુસ્લિમ અલગતાવાદના પ્રચારના કારણે ઘણા લોકો સંયુક્ત વિશાળ મુસ્લિમ રાષ્ટ્રની વાતો કરવા લાગ્યા છે. તેઓ મુસ્લિમ રાષ્ટ્રોને પ્રલોભન આપે છે કે દુનિયાભરના મુસિલમ રાષ્ટ્રો એક થાય તે એક બીજા મુસ્લિમ રાષ્ટ્રો એક બીજાને સવિશેષ મદદરૂપે થઈ શકે. પણ તેમની અંદરખાનેની નીતિ એટલે કે મૂડીવાદી જૂથ (બ્રિટીશ અને અમેરિકન )ની નીતિ એવી છે કે જે ધર્મના નામે આ રાષ્ટ્રો ઊભાં થાય તો તેમની શકિત ભલે આપસમાં લડવામાં ખર્ચાય અગર તે આંતરવિગ્રહમાં તેઓ કામ આવે.
જે ધર્મના નામે રાજ્યની વાત આવશે તો ફરી ધર્મયુદ્ધો જાગશે. પશ્ચિમના રાષ્ટ્રો તે વખતે હિંદુ અને મુસ્લિમ રાષ્ટ્રોને સામસામા ઊભાં કરશે. આવી નીતિ બીજા વિશ્વયુદ્ધ પહેલાં હિતકર હોઈ શકે પણ હવે આ ધર્મયુદ્ધોમાં મુસ્લિમ-તુકે, મુસ્લિમ-યહદી કે ઈસાઈ–મુસ્મિમ અને ઈસાઈ-યહુદીનાં યુદ્ધો પણ ફાટી નીકળે તે ભય છે અને એનાથી પણ મોટે ભય એ છે કે ધર્મના નામે મરી ફીટતા દેશની શેષિત પ્રજામાં સામ્યવાદ ન પ્રસરી જાય. ચીન તે રીતે સામ્યવાદની છાવણીમાં ફેરવાઈ ગયું અને આફ્રિકાના કેટલાક દેશે તેમ જ સૂદૂર પૂર્વના એશિયાઈ ટાપુઓમાં પણ તેને સંચાર ચાલુ થયું છે. એટલે ધમના આંચલા નીચે ઊભા થયેલા કોમવાદી પક્ષને સમર્થન કેઈ પણ રીતે ન આપી શકાય.
હવે સ્વતંત્ર પક્ષને લઈએ. એને રાજાજીએ ખે છે. તેઓ રાજનીતિના ચાણક્ય ગણાય છે અને ગાંધીમંડળના સૂર્ય ગણતા. પણ હવે તેમણે કોંગ્રેસની સામે પગલાં માંડયા છે. તેમનું કહેવું છે કે કેગ્રેિસ મધ્યમવર્ગ, જમીનદાર તેમજ નરેદ્રોના કાર્યમાં ડખલગીરી કરે છે
અને તે વધી ગઈ છે. એટલે કોઈ સ્વતંત્ર સાહસ કરી શકતું નથી. રાજ્યની વધતી જતી ડખલગીરી અને આપખુદી સત્તાને રોકવી હોય તે
નો સ્વતંત્ર પક્ષ ઊભો કરી કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com