________________
૨૨૫
આર્ય સમાજ પણ તેમાં ભળ્યો; કેટલાક સાધુ લોકો પણ રામ રાજ્યના નામે ભેળા થઈને ચડયા અને તેમણે તે કોને ચડાવ્યા. હિંદમાં સ્વરાજ્ય અને એકતાના બદલે હિંદુ-મુસ્લિમ બે ભાગ પડી ગયા અને લોકોનાં તપત્યાગ અને બલિદાન પછી ભારતમાતાના બે ટુકડા થઈને ભારત-પાકિસ્તાન રૂપે ખંડિત સ્વરાજ્ય આપણે ત્યાં આવ્યું. આ ઝનુન કેટલું મોટું હોય છે. તેને ખ્યાલ તો ભાગલા પૂર્વ અને પછી થયેલા અનેક નિર્દોષ લોકોની હત્યાથી ભરેલા રમખાણે પરથી આવી શકે છે. તેની પરાકાષ્ટા રૂપે આપણું પૂજ્ય બાપુજી મહાત્મા ગાંધીનું રાષ્ટ્રીય સ્વયં સેવક દળના કહેવાતા નથુરામ ગોડસે જેવા માણસના હાથે ખુન થયું. R. S. S. (ટું નામ)નું બળ ત્યારબાદ ઠંડુ પડી ગયું.
તે ટકી શકે તેમ ન હતું એટલે તે લેકેએ એ જનસઘ ઊભો કર્યો અથવા રામરાજ્ય પરિષદના નામે, ગાંધીજીની કલ્પનાના નામે ચરી ખાવાની તેમણે યુક્તિ કરી. આ જનસંધવાળાઓ કહે છે કે “ અમારો એક આદર્શ સમાજવાદ છે. તેની વર્ણવ્યવસ્થા જૂની છે. અમે ભારતીય સંસ્કૃતિની દષ્ટિએ સૌને સમાન ગણીએ છીએ. મુસ્લિમો સાથે અમને દ્વેષ નથી; તેમ જ અમારે મન હરિજન અને વણિક બને સરખા છે. આજે સરકાર સમાનતાની વાતો તે કરે છે પણ આચરણ કરતી નથી. તે વણિક બ્રાહ્મણ વગેરેની ઉપેક્ષા કરી હરિજન. હે કે પછાત વર્ગને અને અમલમાનેને પક્ષપાત કરી તેમને વધારે સગવડ આપે છે, તે બરાબર નથી. આમાં સમાનતા ક્યાં રહી? આજે તો વણિકને ધંધો બરાબર ચાલતું નથી અને વાણિઓ ધંધે ન ચાલવાના કારણે પછાત છે. બ્રાહ્મણે તે વળી ભીખ માંગીને પેટ ભરતા હોય છે. તેથી તેમને વધારે સગવડ સરકારે કરી આપવી જોઈએ.” આમ જનસંધ ઉચ્ચ વર્ષમાં પાયાથી જ ગૌરવચયિને કાયમ રાખવાની વાત કરે છે. તેથી પછત વર્ગને આગળ આવવાની પ્રક્રિયા બંધ થતી જણાય છે. તેઓ અસંતુષ્ટ થઈને બીજા ધર્મ-કોમામાં જશે તેનો વિચાર કરતા નથી.
નથી “ષ્ટિએ ને ,
બને સર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com