________________
૨૨૨
પણ તે દરમ્યાન આ બધા ગૂંચવાડા અને મતભેદના કારણે ઈંગ્લાંડના રાજકારણને કેવી રીતે ઘડવું એ વિચાર મહત્વનું બની ગયો. ડલ, ફેકસ વગેરે એ મતના હતા કે અમેરિકાને સ્વતંત્રતા આપી દેવી. ચાર્લ્સને કાઢવા માટે ઈગલાંડમાં પ્રજામત કેળવાતો હતો. પ્રજાના જુદા જુદા મત હતા. ત્યાં એક કરાર થયો કે પ્રજામત ઘડવા માટે પ્રજા પાસે જવું જોઈએ. જેની બહુમતિ થાય તેને મત આપવા. લડાઈ થાય તે મોટી જાનહાનિ અને માલહાનિ થાય એટલે રાજ્ય લડાઈથી નહીં; પણ મતથી ચાલવું જોઈએ.
આ રાજય પદ્ધતિમાં ન વળાંક હતો. એનાથી એમ નક્કી થયું કે રાજ્ય ચલાવવા માટે જે હિંસા, અસત્ય કે આંતરવિગ્રહને આધાર લેવાતો તેના બદલે અહિંસા, સત્યની દિશામાં આંતરવિગ્રહથી દૂર રહીને લેકશાહી રીતે રાજય ચલાવવાની નવી પદ્ધતિ કાયમ થઈ જેને મત જોઈતા હોય તે લોકો પાસે પિતાના આદર્શો લઈને જાય, લોકોને પ્રજામત જાગૃત કરે અને લેકની બહુમતિ મેળવીને તે ચૂંટાઈ આવે અને રાજ્યનું કામ ચલાવી શકે. તેનું મંત્રીમંડળ હોય તે શાસન ચલાવવામાં સીધે ભાગ લે. જેને પોતાની વાત રાજ્ય વડે મંજૂર કરાવવી હોય તે પક્ષ પાંચ વર્ષના ગાળામાં લોકોને પિતાના વિચારે વડે ઘડે, બહુમતિ મેળવે અને રાજ્ય સત્તા દ્વારા સુધારા-વધારા કરે.
પણ આ પાંચ વર્ષ દરમ્યાન જે સત્તા ઉપર રહેલો પક્ષ અન્યાય કે અનીતિ આદરે તે તેને અટકાવે કોણ? પિતાના ચુંટણીના જાહેરનામા પ્રમાણે તે ન વર્તે તે તેને રોકનાર કોણ? રાજ્યની નીતિ પ્રજાહિતની વિરૂદ્ધમાં હોય તે પ્રજાને જાગૃત કરે કોણ? તેને ઉકેલ વિરોધ-પક્ષ રચવામાં આવ્યો કે જેને સત્તાની વાતે અન્યાયી અને અનીતિપૂર્ણ લાગતી હોય તે સતાની ભૂલો બતાવે–સુધારે. આવો પક્ષ વિરોધ-પક્ષ કહેવાયો. બન્ને પક્ષોને સત્તા ઉપર રહેલ તેમજ વિરોધ પક્ષ ઈંગ્લાંડના રાજા પગાર આપે, આદરમાન આપે, બન્ને પક્ષને માન આપવાથી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com