________________
રર૩
His Magesty's Party કહેવાથી ત્યાંને વિરોધપક્ષ નામનો કે ટીકા કરનારે વર્ગ ન રહ્યો પણ સક્રિય વિરોધ કરી, સત્તાને મદમાં ન છકાવી દેનાર અંકુશ જે સબળ પક્ષ બન્યો.
ભારત અને લેકશાહી : આપણે ત્યાં યુરોપની લોકશાહી આવી. એટલે વિરોધ પક્ષ હેજ જોઈએ એવી વાત જે શેરથી ચાલવા લાગી. જે પક્ષ પાસે જે વાત [ સત્તા ઉપરના પક્ષથી અલગ ] હોય તેને અમલી બનાવવા માટે સત્તા મેળવવી જોઈએ. એમ ભારતના સમાજવાદી વિચારના લોકોના મનમાં થયું.
એક વખતે કૃપલાનીજી અને લોહિયા જેવા નેતાઓ ગાંધીજી સાથે બેસીને વિચાર કરતા હતા. ત્યારે ગાંધીજીએ કદિ ભારતીય લોકશાહીમાં વિરોધી પક્ષની વાત નહોતી કરી. ગાંધીજી નહતા માનતા કે લેકશાહીમાં વિરોધ પક્ષ લેવો જ જોઈએ. તે તે એમજ કહેતા કે શાણું (ડાહ્યા) લોકોનું રાજ્ય હોવું જોઈએ. હિંદ-સ્વરાજ્યમાં તેમણે આ વસ્તુને ખુલાસો કર્યો છે.
જે પરિસ્થિતિમાં સ્વરાજ્યનો વિકાસ થયો તે વખતે વિરોધ પક્ષ હવે જોઇએ, એવી માન્યતા કેટલાક રાજકીય લોકો ધરાવતા હતા. પણ આ પક્ષ યુરોપના રાજકારણ સુધી ઠીક હેઈ શકે પણ ભારતમાં આવા વિરોધપક્ષના બદલે શોધક પક્ષની જરૂર હતી અને છે.
આજે કોંગ્રેસ સત્તા ઉપર રહેલ પક્ષ રૂપે છે. તે તપ, ત્યાગ અને બલિદાનથી ઘડાઈ છે. તેના ઘડતરને ભવ્ય ઈતિહાસ છે. તે છતાંયે સત્તા મેળવ્યા બાદ તે એ બમમાં છે કે રાજ્ય વડે જ ભારતનું ઘડતર થઈ શકશે. તેથી એ પક્ષ સેવા–ત્યાગના ભાવને ભૂલી જઈને રાજસત્તા ને કેમ ટકાવવી અને કેટલી બાંધ છોડ કરવી એમાં જ પોતાની વધારે પડતી શકિતને ખર્ચે છે. આથી લોકસેવાનું ધ્યેય એક બાજુએ રહી જાય છે.
ગ્રેસનું સમર્થન આંખ મીંચીને કરવું જોઈએ એમ કહેવાનું નથી, પણ આજે ભારતમાં જે પક્ષે કાર્ય કરે છે તેમાંથી જે એકની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com