________________
૨૨૧
પણ રાજય ચલાવવામાં મારી સત્તા રહે તેમાંયે ગાદી ઉપર બેસવા માટે તમારી આજ્ઞા રહે !”
પણુ, ધર્મગુરુઓ વધારે રાજ્યાશ્રિત બની ગયા અને વૈભવવિલાસમાં ડૂબવા લાગ્યા. ધર્મ યુદ્ધો (કુઝડ) થયાં. તે અરસામાં કેટલાક ખ્રિસ્તી સતિએ પાપલીલા ઉઘાડી પાડી, લેકોને જાગૃત કર્યા. અને લેકહા ધર્મ ગુરુઓ પ્રત્યેની ઓસરતી ગઈ. લોકોને નવી રાષ્ટ્રીયતાને ખ્યાલ આવ્યો. લોકોએ બળવો પોકાર્યો અને રોમનું રાજ્યતંત્ર બદલાયું.
રાષ્ટ્રવાદી પ્રતિનિધિઓ રાજ્ય ચલાવવા માટે નીમવામાં આવ્યા. પછી પ્રશ્ન છે કે બધા અમીર-ઉમરાનું શું કરવું? ઈંગ્લાંડે તેને વચલા ભાગને તોડ કાર્યો કે ત્યાં બે લોકસભા રહે. લોર્ડ સભા અને પાર્લામેન્ટ (લેક સભા), જનસંસદ, ધારાસભા જે કંઈ કાયદા કાનૂન બનાવે તે બને સભાની સંમતિથી પાસ થાય. આમ ઈગ્લાંડમાં લોશાહી રમથી આવી, જેમાં પ્રતિનિધિ-શાસન ચલાવવામાં આવતું. પણ તેમાં ગરીબો કે અવિકસિત ઉપનિવેશના દેશોનું કાંઈ પણ સંભળાતું ન હતું.
આ જે નવી લોક્શાહીને ઉદય થશે તેમાં બેત્રણ વિચાર ધારાના લે કો હતા :–
(૧) કેટલા એમ માનતા હતા કે ભારત, આફ્રિકા તેમજ બીજા દેશો આપણું તાબામાં છે તે ત્યાં આપણી સત્તા ચાલુ રહેવી જોઈએ. આ લેકે સંસ્થાનવાદી કે સામ્રાજ્યવાદી હતા.
(૨) કેટલાક એવા મતના હતા તે પ્રદેશોને સ્વતંત્ર કરી નાખવા જોઈએ જેથી તેઓ લેકશાહીની ઢબે રાજ્ય કરી શકે.
(૫) કેટલાક એ મતના હતા કે જાકાત વધારવી જોઈએ અને તે દેશમાં આપણે માલ મોકો જોઈએ જેથી વિશ્વના બજારમાં આપણે વેપાર કરી શકીએ; આપણે દેશ સમૃદ્ધ થઈ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com